Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»કેનેડાના સાંસદ જગમીતસિંહે ભારત સામે ઝેર ઓકયું હું છું ત્યાં સુધી ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદનું ખાલિસ્તાનીઓને આશ્વાસન
    WORLD

    કેનેડાના સાંસદ જગમીતસિંહે ભારત સામે ઝેર ઓકયું હું છું ત્યાં સુધી ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદનું ખાલિસ્તાનીઓને આશ્વાસન

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને કેનેડાના સબંધોમાં અભૂતપૂર્વ તણાવ જાેવા મળી રહ્યો છે અને તેની પાછળનુ કારણ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપવાની કેનેડાની સરકારની નીતિ છે. હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રૂડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર આંગળી ચીંધી છે ત્યારે કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને સાંસદ જગમીતસિંહે ભારત સામે ઝેર ઓકયુ છે.
    એક વાયરલ વીડિયોમાં તે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપતો દેખાય છે. તે કહે છે કે ,જ્યાં સુધી હું કેનેડામાં છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી.

    ઉલ્લેખનીય છે કે જગમીતસિંહની પાર્ટીના ૨૪ સાંસદ છે અને તેની પાર્ટી ટ્રૂડોને ટેકો આપી રહ્યા છે. ટ્રૂડો પોતાની ખુરશી બચાવવા માટે જગમીતસિંહને ખુશ કરવા ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે.બીજી તરફ ટ્રૂડોએ સંસદમાં આપેલા નિવેદન બાદ જગમીતસિંહે એક નિવેદન પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, આજે અમને ખબર પડી છે કે, ભારતીય એજન્ટોએ હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી છે. તે કેનેડાની ધરતી પર માર્યો ગયેલો કેનેડાનો નાગરિક હતો. હું તમામ કેનેડાના લોકોને વચન આપુ છુ કે આ માટે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને દોષી ઠેરવવા માટે કોઈ કસર બાકી નહીં રાખુ.

    આ સિવાય અન્ય એક વિડિયોમાં સાંસદ કહે છે કે, હિન્દુસ્તાનની સરકાર ભારતમાં તો સિખો પર જુલ્મ કરે જ છે પણ અત્યાર સુધી ક્યારેય એવુ નહોતુ લાગ્યુ કે કેનેડામાં પણ આપણા પર ખતરો હોઈ શકે છે. હું તમામને કહેવા માંગુ છુ કે, નિજ્જર માટે ન્યાય મેળવવા માટે મારી તમામ તાકાત હું કામે લગાડી દઈશ. જગમીતસિંહનુ પુરુ નામ જગમીતસિંહ ધાલીવાલ છે. ૨૦૧૧માં ઓન્ટારિયો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈ આવીને જગમીતસિંહે પોતાની રાજકીય કેરિયર શરુ કરી હતી. જગમીતસિંહની માતા લુધિયાણાની રહેવાસી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025

    Donald Trump: ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, નાના વ્યવસાયોમાં ચિંતા

    October 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.