0% ચાર્જિંગ પછી ફોન કેમ તરત રિસ્પોન્સ નથી આપતો? નિષ્ણાતોએ જણાવ્યું અસલી કારણ
જ્યારે યુઝર્સે તેમનો ફોન ચાર્જિંગ પર મૂક્યો, ત્યારે લાંબા સમય સુધી સ્ક્રીન પૂરેપૂરી કાળી રહી હતી. સામાન્ય રીતે જ્યારે આપણે ફોન ચાર્જિંગમાં મૂકીએ છીએ ત્યારે સ્ક્રીન પર ચાર્જિંગ આઇકોન દેખાય છે, પરંતુ આ કિસ્સામાં એવું કંઈ જ જોવા મળ્યું નથી. ઘણા યુઝર્સને તો એવું લાગ્યું કે તેમનો મોંઘોદાટ ફોન કાયમ માટે બંધ અથવા ‘ડેડ’ થઈ ગયો છે.
આ સમસ્યા પાછળનું ટેકનિકલ કારણ શું છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ સ્માર્ટફોનને ફરીથી ચાલુ (Restart) થવા માટે તેની બેટરીમાં એક ચોક્કસ લઘુત્તમ વોલ્ટેજ (Minimum Voltage) ની જરૂર હોય છે. જ્યારે આઇફોનની બેટરી 0% પર પહોંચે છે અને તે લઘુત્તમ સ્તરથી પણ નીચે જતી રહે છે, ત્યારે ફોન સિસ્ટમ તરત જ રિપ્લાય આપતી નથી. ચાર્જિંગમાં મૂક્યા પછી, બેટરીને ફરીથી તે લેવલ સુધી પહોંચવા માટે થોડો સમય લાગે છે જ્યાંથી તે ફોનનું મધરબોર્ડ શરૂ કરી શકે. આ પ્રક્રિયામાં ઘણીવાર 5 થી 10 મિનિટ જેટલો સમય લાગી શકે છે, જે દરમિયાન ફોન એક મૃત ઉપકરણ જેવો લાગે છે.
શું મેગસેફ (MagSafe) ચાર્જિંગથી ફાયદો થાય છે?
કેટલાક યુઝર્સે અનુભવ્યું છે કે વાયર્ડ ચાર્જરને બદલે જો ફોનને મેગસેફ કે વાયરલેસ ચાર્જર પર મૂકવામાં આવે તો તે થોડો ઝડપથી રિસ્પોન્સ આપે છે. વાયરલેસ ચાર્જિંગ ધીમે ધીમે બેટરીમાં પાવર ઈન્જેક્ટ કરે છે, જે બેટરીના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. જોકે, આ દરેક કેસમાં કામ કરે તે જરૂરી નથી.
યુઝર્સ માટે અગત્યની સલાહ
જો તમે iPhone 17 કે iPhone Air યુઝર છો, તો આ સમસ્યાથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
બેટરી લેવલ: ફોનની બેટરી ક્યારેય 0% સુધી ન પહોંચવા દો. જ્યારે બેટરી 10-15% હોય ત્યારે જ તેને ચાર્જિંગમાં મૂકી દેવી હિતાવહ છે.
ધીરજ રાખો: જો ફોન 0% થઈને બંધ થઈ જાય, તો તેને ચાર્જર પર મૂક્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રાહ જુઓ. વારંવાર પાવર બટન દબાવવાથી બચો.
ઓરિજિનલ એક્સેસરીઝ: હંમેશા એપલના ઓરિજિનલ ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરો જેથી વોલ્ટેજની સમસ્યા ન સર્જાય.
