Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નવા સંસદ ભવનમાં વિશેષ સત્ર શિફ્ટ થયું મહિલા અનામત બિલને લઈને હોબાળા બાદ સંસદના બન્ને ગૃહ સ્થગિત
    India

    નવા સંસદ ભવનમાં વિશેષ સત્ર શિફ્ટ થયું મહિલા અનામત બિલને લઈને હોબાળા બાદ સંસદના બન્ને ગૃહ સ્થગિત

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજાે દિવસ છે અને સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપાવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ બપોર ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

    કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે, આ પહેલા પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી, જાે કે કેન્દ્રિય મંત્રીએ જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ સિવાય નવા સંસદભવનમાં અંધીર રંજન ચૌધરીના ભાષણ દરમિયાન હોબાળો થયો હતો અને સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા સભ્યોએ બેસી જવા કહ્યું હતું પરંતુ અધીર રંજન ચૌધરીએ પોતાની વાત ચાલુ રાખી હતી અને ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. આજે નવા સંસદભવનમાં રજૂ થયેલા બિલમાં મહિલા માટે લોકસભા-વિધાનસભામાં ૩૩ ટકાની જાેગવાઈ છે.

    આજે નવા સંસદભવનમાં પ્રથમ સત્રમાં જ મહિલા અનામત બિલ રજૂ કરાયું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ અમે તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે આ બિલને પાસ કરાવવાનું સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા અનામત બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Cancer: ભારતમાં કેન્સરનું જોખમ વધ્યું: પાંચ વર્ષમાં 10% થી વધુ વધારો

    December 6, 2025

    IndiGo crisis: ફ્લાઇટ રદ અને વિલંબ કેમ વધી રહ્યા છે? સંપૂર્ણ સમયરેખા, કારણો અને આગળના સંભવિત સુધારાઓ જાણો

    December 5, 2025

    CBSE: શું CBSE અને રાજ્ય બોર્ડનું મર્જર થશે? એક મોટું સરકારી નિવેદન સામે આવ્યું

    December 4, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.