Changing Work Environment: કલાકોનું કામ મિનિટોમાં પતે છે, પણ શું તમારી નોકરી સુરક્ષિત છે?
અહેવાલ મુજબ, જે લોકો પોતાના કામમાં AI નો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે, તેઓ જ પોતાની નોકરીને લઈને સૌથી વધુ અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
વધુ AI, વધુ ચિંતા
રિપોર્ટ અનુસાર, સોફ્ટવેર અને ટેકનોલોજી ક્ષેત્રના કર્મચારીઓ, શિક્ષણ જેવા ઓછા AI-આધારિત ક્ષેત્રો કરતા વધુ ચિંતિત છે. ખાસ કરીને કરિયરની શરૂઆત કરી રહેલા યુવાનોમાં આ ડર વધુ જોવા મળ્યો છે. સર્વેમાં સામે આવ્યું છે કે જેમના કામમાં AI નો દખલ વધારે છે, તેઓ અન્ય લોકોની સરખામણીએ ત્રણ ગણી વધુ નોકરી ખોવાની ચિંતા વ્યક્ત કરે છે.
કામમાં સરળતા પણ મનમાં મૂંઝવણ
એક તરફ નોકરી જવાનો ડર છે, તો બીજી તરફ લોકો સ્વીકારે છે કે AI એ તેમનું કામ ઘણું સરળ બનાવી દીધું છે:
ઉત્પાદકતામાં વધારો: જે કામ મહિનાઓમાં થતું હતું તે હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થઈ રહ્યું છે.
સમયની બચત: કલાકોનું કામ હવે અડધા સમયમાં પતી જાય છે, જેનાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધી છે.

દરેક વર્ગને ફાયદો
AI નો પ્રભાવ માત્ર ઉચ્ચ આવક ધરાવતા લોકો પૂરતો સીમિત નથી. કસ્ટમર સર્વિસ, ફ્રીલાન્સર્સ અને ગિગ વર્કર્સ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાના વ્યવસાયો શરૂ કરી રહ્યા છે. આ ટેકનોલોજીની મદદથી ઓનલાઇન સ્ટોર્સ અને સર્વિસ ક્ષેત્રે નવી તકો ઉભી થઈ રહી છે.
તક કે ખતરો?
AI નો વધતો વ્યાપ કામને ઝડપી બનાવી રહ્યો છે પરંતુ તેની સાથે અસુરક્ષા પણ લાવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં AI નોકરીઓ માટે ખતરો બનશે કે નવી તકો સર્જશે, તેનો આધાર લોકો અને સરકારો આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ દિશામાં કરે છે તેના પર રહેશે.

