દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જાેડાઈ ગયા છે. કોંગ્રેસ નેતા હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે. હરેશ વસાવાની સાથે જ તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ભાજપમાં જાેડાતા પહેલા હરેશ વસાવાએ સી.આર પાટીલ સાથે સુરતમાં બેઠક યોજી હતી. બેઠક બાદ તેઓ ભાજપમાં જાેડાયા હતા. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હરેશ વસાવાને કોંગ્રેસે નાંદોદ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ડો.દર્શનાબેન દેશમુખને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપના ડો.દર્શનાબેન દેશમુખનો ૨૮ હજારથી વધુ મતોથી વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. ગત મહિને અરવલ્લી કોંગ્રેસના ૩૫૦થી વધુ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
સી.આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના ૩૫૦થી વધુ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જાેડાયા હતા. કોંગ્રેસના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જાેડાયા હતા. તો ધનસુરા યાર્ડના વાઇસ ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જાેડાયા હતા. આ તરફ બાયડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ પણ ભાજપમાં જાેડાયા હતા. બાયડ કોંગ્રેસના નેતા દોલતસિંહ ચૌહાણ પણ ભાજપમાં જાેડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જાેડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. સહકારી માળખું ભાજપમાં જાેડાતા કોંગ્રેસને ફટકો
