યાત્રાધામ અંબાજીમાં મેળાને લઈને સબંધિત વિભાગ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી તા. ૨૩ થી લઈ ૨૯ સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીના આંગણે ભવ્યાથી ભવ્ય મેળો યોજાશે. જેમાં લગભગ ૪૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સહભાગી બને તેવા સંજાેગો વર્તાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી રાજ્યકક્ષાના મેળાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય પણ ચૂક ન રહે તે માટે તંત્ર દિવસ રાત એક કરી કામગીરી કરી રહ્યું છે. રહેવા જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકિપિંગ, અગ્નિશામકના સાધનો સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામા આવી છે. સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગ બેરંગી રોશનીના શણગાર કરતા માતાજીના મંદિરની શોભા ઝગજગારા મારી રહી છે.
યાત્રિકોને સહેજ સમસ્યા ન આવે તે માટે ડિજિટલ પહેલ પણ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઊઇ કોડ લોન્ચ કરવામાં આવશે. જે ઊઇ કોડની મદદ વડે યાત્રિકોને રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન આંગળીના ટેરવે શૉધી શકશે. તેમજસફેદ કલરના લીધે ચપ્પલ વિના પણ યાત્રિકોને ચાલવામાં અગવડતા ન પડે તે માટે ગબ્બર પર્વતના પગથિયા પર સફેદ કલર કરવા સહિતની કામગીરી પણ કરાઈ છે. આ ઉપરાંત ૫૦૦ થી વધુ સફાઈ કામદારો પણ જાેડાઈ તેવુ આયોજન કરાયું છે.