ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જે મુજબ સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને ૦૫-૦૧-૧૯૬૫ના ઠરાવ મુજબના લાભ મળશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટમાં લખ્યું છે કે, ‘માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ ર્નિણય’ ટ્વીટની સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ફોટોમાં લખેલું છે કે, સીધી ભરતીથી નિમણૂંક પામનાર આચાર્યને તાઃ ૦૫/૦૧/૧૯૬૫ના ઠરાવ મુજબનો લાભ મળશે. સાતમા પગાર પંચના પાંચમા હપ્તાની ચૂકવણી કરાશે