ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર ગઈકાલે પથ્થરમારો થયો હતો અને બંન્ને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જે ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ પોલીસે હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અત્રે જણાવી દઈએ કે, શિવજીની યાત્રા પર પથ્થરમારા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પથ્થરમારા મામલે ૩ અલગ અલગ FIR નોંધાઈ છે. તેમજ પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ૧૧ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ૧ હજાર ૫૦૦થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ૧૭ લોકો સામે નામ જાેગ સહિત ૭૦ લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બીજી ફરિયાદમાં ૭ નામજાેગ સાથે ૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. અન્ય આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે.
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે. પોલીસ દ્વારા મદરેસાની છત પર જઇને તપાસ કરાઇ હતી. જ્યા પૂર્વયોજિત કાવતરું હતું કે કેમ તેને લઇને તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યો હતો. ખેડાના ઠાસરામાં બીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. 1 SP, 1 DySP, 4 PI 24 PSI સહિત કુલ ૧૫૦ પોલીસકર્મી ખડેપગે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ કાબુમાં છે તેમજ પોલીસ તપાસમાં પથ્થરમારા અંગે કેટલાક અનુમાન પણ સામે આવ્યા છે.
મદરેસામાં પહેલાથી જ જૂના બાંધકામના પથ્થરો હોવાનું અનુમાન છે. ખેડાના ઠાસરામાં પથ્થરમારા બાદ દહેશતનો માહોલ સર્જાયો છે. મદરેસાની સામે આવેલી પ્રાથમિક શાળા ખાલીખમ જાેવા મળી રહી છે. પ્રાથમિક શાળાના મેદાનમાં ગઈકાલે તોડફોડ થઈ હતી. પથ્થરમારા બાદ ઠાસરામાં અજંપાભરી સ્થિતી યથાવત જાેવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧થી ૮ના ૨૪૩ વિદ્યાર્થીઓ શાળાએ ન આવ્યા તેમજ શાળામાં આવેલા ૧૦ વિદ્યાર્થીઓને વાલીઓ પરત લઇ ગયા હતાં. દહેશતના માહોલ વચ્ચે આજે શાળા બંધ કરવાની ફરજ પડી હતી