Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આઈએમડીએ આંકડા બહાર પાડ્યા વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઈન્ડેક્સમાં ભારત પટકાઈને ૪૦મા ક્રમે પહોંચ્યું
    India

    આઈએમડીએ આંકડા બહાર પાડ્યા વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઈન્ડેક્સમાં ભારત પટકાઈને ૪૦મા ક્રમે પહોંચ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે. તેના રેન્કિંગમાં સિંગાપોર ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગયું છે. જાે ભારતની વાત કરવામાં આવે તો આ રેન્કિંગમાં તેનું સ્થાન પણ ગબડ્યું છે. આ રેન્કિંગમાં ભારત ત્રણ અંક નીચે ખસ્યું છે અને તે ૪૦માં નંબર પર આવી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનું રેન્કિંગ ૩૭મું હતું. આઈએમડીના અહેવાલ મુજબ, સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. જાેકે, વ્યાપાર કાર્યક્ષમતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આર્થિક પ્રગતિના સંદર્ભમાં ભારતનું રેન્કિંગ થોડું ઘટ્યું છે. ભારત ગયા વર્ષે આર્થિક પ્રગતિમાં ૨૮માં નંબર પર હતું અને આ વખતે તેનું રેન્કિંગ ૩૩ છે. સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતનું ૨૦૨૩નું રેન્કિંગ ૪૪ છે, જે ગયા વર્ષે ૪૫ પર હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતનું રેન્કિંગ ગયા વર્ષે ૪૯ની સરખામણીએ આ વર્ષે ઘટીને ૫૨ પર આવી ગયું છે.
    આઈએમડીના વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સે વિશ્વની ૬૪ અર્થવ્યવસ્થાઓમાં સિંગાપોરને ચોથા નંબરે મૂક્યું છે. વર્ષ ૨૦૨૨માં સિંગાપોર ત્રીજા સ્થાને હતું. મહત્વની વાતએ છે કે, ૨૦૧૯ અને ૨૦૨૦માં સિંગાપોર આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું પરંતુ ૨૦૨૧માં તે સીધા પાંચમા સ્થાને પહોંચી ગયું હતું. આ વર્ષની રેન્કિંગમાં પ્રથમ ત્રણ સ્થાન ડેનમાર્ક, આયર્લેન્ડ અને સ્વિટ્‌ઝર્લેન્ડ પાસે છે. નેધરલેન્ડ્‌સ પાંચમા, તાઇવાન છઠ્ઠા, હોંગકોંગ સાતમા, સ્વીડન આઠમા અને યુનાઇટેડ સ્ટેટ્‌સ નવમા અને સંયુક્ત આરબ અમીરાત ૧૦મા ક્રમે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.