8 એપ્રિલથી બદલાશે Air Indiaના ટિકિટના દર
Air India એ વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલની કિંમતોમાં ભારે વધારો થતા ફ્યુઅલ સરચાર્જમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. 8 એપ્રિલ 2026થી કંપની જૂના ફ્લેટ સરચાર્જને હટાવીને ડિસ્ટન્સ આધારિત નવો સ્લેબ સિસ્ટમ લાગુ કરશે. આ બદલાવ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ્સ પર લાગુ થશે, જેના કારણે આવનારા સમયમાં હવાઈ મુસાફરી મોંઘી બનવાની શક્યતા છે.
આ નિર્ણય પાછળ મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં Jet Fuel ના ભાવમાં તેજી છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે વધ્યા છે. Tata Group ની માલિકીની આ એરલાઇન મુજબ, ઘરેલુ રૂટ્સ પર નવા દર 8 એપ્રિલથી અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર 10 એપ્રિલથી લાગુ થશે.
ઘરેલુ ઉડાનો પર અસર (8 એપ્રિલથી)
ઘરેલુ મુસાફરી માટે હવે એકસરખા સરચાર્જને બદલે અંતર આધારિત મોડલ અપનાવવામાં આવ્યું છે.
0 થી 500 કિમી સુધીની ટૂંકી મુસાફરી માટે પ્રતિ સેક્ટર 299 રૂપિયા વધારાના લાગશે.
જ્યારે 2000 કિમીથી વધુ લાંબી મુસાફરી માટે આ સરચાર્જ 899 રૂપિયા સુધી જઈ શકે છે.
આ ફેરફાર સરકારના નિર્ણયને અનુરૂપ છે, જેમાં ઘરેલુ ATFના ભાવમાં વધારો 25 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે. છતાં, આ મર્યાદિત વધારાથી પણ ટિકિટના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય ઉડાનો પર અસર (10 એપ્રિલથી)
- લાંબા અંતરના રૂટ્સ પર સરચાર્જમાં નોંધપાત્ર વધારો થયો છે.
- ઉત્તરી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે પ્રતિ સેક્ટર લગભગ 280 ડોલર (આશરે 23,400 રૂપિયા) સુધીનો સરચાર્જ લાગશે.
- યુરોપ અને યુકે માટે આશરે 205 ડોલર (લગભગ 17,000 રૂપિયા) પ્રતિ સેક્ટર ચૂકવવા પડશે.
- આફ્રિકા અને મધ્ય એશિયા માટે 130 ડોલર (લગભગ 10,800 રૂપિયા) નો સરચાર્જ રહેશે.
- મિડલ ઈસ્ટ માટે લગભગ 50 ડોલર (આશરે 4,200 રૂપિયા) પ્રતિ સેક્ટર લાગશે.
- દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીન માટે સરચાર્જ આશરે 100 ડોલર (લગભગ 8,300 રૂપિયા) રહેશે, જ્યારે સિંગાપુર માટે આ દર 60 ડોલર છે.
- SAARC દેશો જેમ કે નેપાળ અને શ્રીલંકા માટે લગભગ 24 ડોલર (આશરે 2,000 રૂપિયા) નો સરચાર્જ લાગશે.
પહેલેથી બુક થયેલી ટિકિટ્સ પર અસર
Air India એ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત તારીખો પહેલા બુક થયેલી ટિકિટ્સ પર નવો સરચાર્જ લાગુ નહીં થાય, જો સુધી મુસાફર પોતાની યાત્રાની તારીખ અથવા રૂટમાં કોઈ ફેરફાર ન કરે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે બજારની પરિસ્થિતિ મુજબ આ સરચાર્જની સમીક્ષા ચાલુ રહેશે.
