ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ૨૦૨૫ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં નવઆઈસીની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસીસંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસીચિપસેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, એપલે તેની નવી સીરીઝમાં નવઆઈસીને સપોર્ટ કર્યો છે. તમને આ સેવા આઈફોન ૧૫ પ્રોઅને પ્રો મેક્સમાં મળશે. જેઓ નવઆઈસીશું છે તે જાણતા નથી તેઓ જાણી લે કે તેને અંગ્રેજીમાં નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન કહેવાય છે.
આ એક ભારતીય જીપીએસસિસ્ટમ છે જે ઈસરોદ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની મદદથી અમેરિકાની જીપીએસ સિસ્ટમ પરથી દેશની ર્નિભરતા ખતમ થઈ જશે. રાજ્યમંત્રીએ કહ્યું કે ૫ય્ સ્માર્ટફોને ૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં નવઆઈસી (નેવીગેશનવિથ ઈન્ડિયનકન્સલટેશન) ને સપોર્ટ કરવો પડશે અને અન્ય મોબાઈલ કંપનીઓએ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તેમના ફોનમાં આ સેવા આપવી પડશે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ અથવા પીઆઈએલસ્કીમના આગામી રાઉન્ડમાં સિસ્ટમ ડિઝાઇનમાં ભારતીય બનાવટ અથવા ડિઝાઇન કરેલી નવઆઈસી-સપોર્ટિંગ ચિપ્સનો ઉપયોગ કરવા માટે ઈન્સેન્ટિવ પણ આપી શકે છે. એટલે કે કંપનીઓને થોડો ફાયદો થશે.