Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રેલ મંત્રી દ્વારા ૩ ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી
    Gujarat

    રેલ મંત્રી દ્વારા ૩ ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રેલ મંત્રાલયે બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવરબ્રિજને અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ લગભગ ૩૪૦ કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર ૧૧, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર ૧૩ અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર ૯ પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
    રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ ૩ ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો ર્નિણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે. મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.

    આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ

    ૧. કલોલ-ગાંધીનગર સેક્શન : આ સેક્શનમાં કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર ૧૧ પર લગભગ ૧૦૧ કરોડ રૂપિયાના ખર્ચે ચાર લેન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. તેથી ગાંધીનગર સિટી, કલોલ, વાવોલ, જીઆઇડીસી વિસ્તાર, પેથાપુર ગામ વગેરેને લાભ થશે.

    ૨. ખોડિયાર-ગાંધીનગર સેક્શન : ખોડિયાર-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર ૧૩ પર લગભગ ૧૨૦ કરોડ રૂપિયાના ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ગાંધીનગર સિટી, પેથાપુર ગામ તેમજ રાંધેજાની સમાન્ય જનતાને આનો લાભ મળશે.

    ૩. કલોલ-ગાંધીનગર સેક્શન : કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર ૯ પર લગભગ ૧૨૦ કરોડ રૂપિયાા ખર્ચે ફોર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. વાવોલ, ઉવારસદ, અડાલજ, ગાંધીનગર સિટી, સેરથા તેમજ ઝુંડાલના લોકોને આનો લાભ મળશે.રેલ મંત્રાલયના આ પગલાંથી રેલ વાહનવ્યવહારની વધારે સારી સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. અને તે સાથે યાત્રીઓને પણ સુખમય સફરનો અનુભવ કરવા મળે તે માટે મદદ કરી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મંડળના લોકો માટે એક મોટી વાહનવ્યવહારની સુવિધા પ્રત્યેનું મહત્ત્વપૂર્ણ પગલું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    China-Brazil poultry trade:ચીન ચિકન આયાત

    July 7, 2025

    Social media obsession:રીલ બનાવતો યુવાન

    July 4, 2025

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.