Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૧૫થી ૨૪ જાન્યુ.માં અયયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠાની શક્યતા દ.કોરિયાની મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા
    India

    ૧૫થી ૨૪ જાન્યુ.માં અયયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠાની શક્યતા દ.કોરિયાની મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 13, 2023No Comments4 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામલલાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. આગામી વર્ષે ૧૫થી ૨૪ જાન્યુઆરી વચ્ચે નવા નિર્માણ પામેલા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે… ભક્તો પણ આ અનેરી તક જાેવા ઉત્સુક થઈ રહ્યા છે… ત્યારે રામલલાના મંદિરના ઉદઘાટન અંગે દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન યાંગે મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે કહ્યું કે, અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ઐતિહાસિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે, જાે ભારત સરકાર રામ મંદિરના ઉદઘાટનનું સત્તાવાર આમંત્રણ આપશે તો સાઉથ કોરિયા નિશ્ચિતપણે ભાગ લેશે. અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર અથવા ઉત્તર પ્રદેશ સરકારે રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપવી જાેઈએ… જાે ભારત સરકાર સત્તાવાર આમંત્રણ પાઠવશે તો દક્ષિણ કોરિયા નિશ્ચિતરૂપે કાર્યક્રમમાં સામેલ થવા માટે કામ કરશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપય રાયે કહ્યું કે જાન્યુઆરી ૨૦૨૪માં ૧૬ થી ૨૪ જાન્યુઆરીની વચ્ચે એક શુભ મુહૂર્તમાં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર છે. મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લાલાના દર્શન કરી શકશે. આ દરમિયાન બીજા માળનું બાંધકામ પણ ચાલુ રહેશે.

    ૨૨ જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની યોજના છે. મુખ્ય સમારોહ હેઠળ વડાપ્રધાન મોદી રામલલાના નવનિર્મિત ગર્ભગૃહમાં સ્થાપિત કરશે. ત્યારે વિશ્વવ્યાપી લાઈવ પ્રસારણ કરાશે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તથા વિહિપના નેતૃત્વની યોજના દેશના પાંચ લાખ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ પ્રસારણ કરવાની છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૩૮૦ ફૂટની લંબાઈ છે તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં પહોળાઈ ૨૫૦ ફૂટની રહેશે. આ મંદિર ગ્રાઉન્ડ ફ્લોરની સાથે જ ત્રણ માળનું રહેશે. મંદિરની કુલ ઊંચાઈ ૩૯૨ ફૂટની રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ૧૬૬ ફૂટ,પ્રથમ માળ ૧૪૪ ફૂટ અને બીજાે માળ ૮૨ ફૂટ ઊંચો હશે.

    જાેકે ગર્ભ ગૃહ અને તેની આજુબાજુ નક્શીકામવાળા બલુઆ પથ્થરોનો ઉપયોગ કરાયો છે. તેના માટે લગભગ ૪.૭૦ લાખ ક્યૂબિક ફૂટ નક્શીકામવાળા પથ્થરોને રાજસ્થાના ભરતપુર જિલ્લામાં બંસી, પહાડપુર અને સિરોહી જિલ્લાના પિંડવાડાથી લવાયા છે. ગર્ભગૃહની અંદરનાં નિર્માણમાં રાજસ્થાનના મકરાણા પર્વતોના સફેદ સંગેમરમર જાેવા મળશે. પૂર અને માટીના ધોવાણને અટકાવવા માટે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રિટેનિંગ વૉલનો ઉપયોગ કરાયો છે.ઉલ્લેખનિય છે કે, અગાઉ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, મંદિરના ઉદ્‌ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક મળશે નહીં. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો લગભગ ૩૫ ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શક્શે. ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે.

    આ પરંપરાગત પ્રણાલીને ધ્યાનમાં રાખીને માત્ર વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દેશના મોટા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. તિરુપતિ બાલાજી અને ભગવાન જગન્નાથના મંદિરમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ ભગવાન શિવના મંદિરો આ કિસ્સામાં અપવાદ છે. તેનું મોટું કારણ એ છે કે ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેકનું ખૂબ મહત્વ છે, જેમાં ભક્તો શિવલિંગને સ્પર્શ કરીને જ પૂજા કરે છે. આ સ્થિતિમાં ગર્ભગૃહમાં ગયા વિના રૂદ્રાભિષેક શક્ય નથી. પરંતુ અન્ય મંદિરોમાં ગર્ભગૃહની બહાર દૂરથી જ દેવી-દેવતાઓની પૂજા તેમજ દર્શન કરવામાં આવે છે.

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના ગર્ભગૃહની આસપાસ લગભગ ૭૦ એકર જમીન ઉપલબ્ધ રહેશે અને અહીં મહેમાનોને બેસાડવામાં આવશે. મંદિરના પરિસરમાં લગભગ ૫૦૦૦ ખુરશીઓ મુકાશે, તેનાથી વધુ મહેમાનો આવશે તો તેમને મુખ્ય પરિસરના દૂરથી જ ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળશે. ટ્રસ્ટના લોકોનો અંદાજ છે કે, આ ઐતિહાસિક અવસરમાં સામેલ થવા મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવવાનો પ્રયાસ કરી શકે છે. આ સંખ્યા ૪થી ૫ લાખ સુધીની હોઈ શકે છે. જાેકે અયોધ્યામાં મર્યાદિત સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે આટલા બધા લોકોને સંભાળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં આસપાસના લોકોને મંદિરના ઉદઘાટન પ્રસંગ બાદ મંદિરના દર્શન કરવા આવવા વિનંતી કરવામાં આવી છે.

    શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર ૮.૦ રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ સુરક્ષિત રહેશે. મંદિરને કુદરતી આફતોથી બચાવવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રામ મંદિર ઓછામાં ઓછા એક હજાર વર્ષ સુધી અડગ રહેશે. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.