સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. સની દેઓલે આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ખુબ જ મહેનત કરી હતી. લાંબા પ્રમોશન બાદ સની હવે યુએસમાં વેકેશન મનાવી રહ્યા છે.
સનીએ યુએસથી ઘણાં ફોટોસ અને વીડિયો શેર કર્યા છે. હાલમાં જ સનીએ એક વીડિયો શેર કર્યો હતો જેને જાેઇને સનીના ફેન્સ ચોંકી ગયા હતા.
સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જણાવી રહ્યા છે કે તે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છે અને તેમને માત્ર પીઝા જ ખાવા માટે મળી રહ્યા છે. સની મિત્રોને ચીડવે છે અને કહે છે કે આ લોકો મને અહીં માત્ર પીઝા ખવડાવી રહ્યા છે.
જાે ભારતમાં કોઈ હોટેલમાં રોકાયા હોત તો ખાવા માટે ઘણું બધું મળત, પરંતુ અહિયાં શું મળી રહ્યું છે માત્ર પીઝા.
સનીનો આ અવતાર ખુબ ઓછો જાેવા મળે છે. કેટલાંક ફેન્સ આ નવા અવતારને જાેઇને ચોંકી ગયા હતા. સનીના આ અવતાર જાેઇને લોકો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ તમારો આ અવતાર પહેલા ક્યારેય નથી જાેયો.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘આ ખુશી ગદર ૨ની સકસેસની છે.’ જણાવી દઈએ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પિતા ધર્મેન્દ્રના ટ્રીટમેન્ટ માટે યુએસગયા છે પરંતુ એવું નથી. તેઓ ત્યાં પરિવાર સાથે સમય વિતાવવા માટે ગયા છે. ગદર ૨ની રિલીઝથી લઈને અત્યાર સુધી તેઓ ફિલ્મનું ખુબ પ્રમોશન કરી રહ્યા હતા.
આ પહેલા સનીના પુત્ર કરણ દેઓલના લગ્ન પણ હતા. જેથી હવે સની કામથી થોડો બ્રેક માંગતા હતા. આ જ બ્રેકને તે મિત્રો અને પરિવાર સાથે એન્જાેય કરી રહ્યા છે. વાત કરીએ ગદર ૨ની કમાણીની તો આ ફિલ્મે બાહુબલી ૨ને પછાડી દીધી છે. ગઈકાલ સુધી ફિલ્મે ૫૧૬ કરોડથી વધુનું કલેક્શન કરી લીધું હતું.