Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉડતા વિમાનમાં ધોનીને મળી સરપ્રાઈઝ એર હોસ્ટેસે ધોનીને ચોકલેટ્‌સની એક પ્લેટ લઈને તેને સરપ્રાઈઝ આપી
    India

    ઉડતા વિમાનમાં ધોનીને મળી સરપ્રાઈઝ એર હોસ્ટેસે ધોનીને ચોકલેટ્‌સની એક પ્લેટ લઈને તેને સરપ્રાઈઝ આપી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાં કદાચ જ કોઈ એવો ક્રિકેટ ફેન હશે, જે મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ નહીં કરતો હોય. ધોનીની એક ઝલક જાેવા ફેન્સ તત્પર હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂકેલો ધોનીએ તાજેતરમાં જ ચેન્નઈ સુપરકિંગ્સને પાંચમી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બનાવી હતી. આઈપીએલની ૧૬મી સિઝન પછી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધોની હવે ફરીથી મેદાનમાં નહીં ઉતરે, પરંતુ તેણે લીગના અંતમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, તે આવનારી સિઝનમાં પણ સીએસકે માટે રમવાનો છે. સોશિયલ મીડિયા પર ધોનીનો એક વિડીયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ધોની એક ફ્લાઈટમાં બેઠેલો જાેવા મળી રહ્યો છે. ધોની ફ્લાઈટમાં પોતાની સીટ પર બેસીને કેન્ડી ક્રશ ગેમ રમી રહ્યો હતો. ત્યારે જ એર હોસ્ટેસ ત્યાં એક પ્લેટમાં ધોની માટે થોડી ચોકલેટ્‌સ લઈને આવે છે. ચોલકેટ્‌સની સાથે ધોની માટે એક ચિઠ્ઠી પણ હતી. ધોનીએ પણ એર હોસ્ટેસને નિરાશ નહતી કરી અને ચોકલેટ્‌સની પ્લેટ પોતાની પાસે રાખીને ચિઠ્ઠી ખોલીને વાંચી હતી. ત્યારબાદ ક્યૂટ સ્માઈલની સાથે તેણે આ સરપ્રાઈઝ માટે એર હોસ્ટેસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ધોનીને આઈપીએલ ૨૦૨૩ દરમિયાન ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. તેમ છતાં તે સીએસકે માટે આખી સિઝનમાં મેદાન પર ઉતર્યો હતો. આઈપીએલમાં ટાઈટલ જીત્યા પછી ધોનીએ મુંબઈમાં પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું, જે સફળ રહ્યું હતું. આવામાં હવે આશા છે કે, ધોની ટૂંક સમયમાં પોતાની ફિટનેસને બરાબર કરી લેશે અને તે હવે આગામી સિઝનમાં પણ સંપૂર્ણ રીતે ફિટ થઈને મેદાન પર ઉતરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.