અમદાવાદમાં એક કોમ્પ્યુટર શિક્ષકે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતના પાંચ દિવસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો હતો. પિયરમાં જતી પત્નિને તેની માતા ચઢામણી કરતી હતી. જેની વાતોમાં આવીને પતિ પર ત્રાસ ગુજરાતી હોવાને લઈ આખરે શિક્ષક પતિએ આપઘાત કરી લીધો હતો.અમદાવાદમાં એક કોમ્પ્યુટર શિક્ષકે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતના પાંચ દિવસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો હતો. પિયરમાં જતી પત્નિને તેની માતા ચઢામણી કરતી હતી. જેની વાતોમાં આવીને પતિ પર ત્રાસ ગુજરાતી હોવાને લઈ આખરે શિક્ષક પતિએ આપઘાત કરી લીધો હતો.
શિક્ષકે સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ પરથી કુદીને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને એ વીડિયોને આધારે હવે પોલીસે ગુનો નોંધ્યો છે. મૃતક શિક્ષકની પત્નિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરુ કરી છે. સાસુ અને પત્નિની ધરપકડ કરવા માટે થઈને પોલીસે તજવીજ શરુ કરી છે. જાેકે બંને હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે.