Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»જ્યારે એક મહિલા મોહિત રૈનાને પગે લાગી એ સ્ત્રી મારી દાદીની ઉંમરની હતી ઃ અભિનેતા મોહિત રૈના
    Entertainment

    જ્યારે એક મહિલા મોહિત રૈનાને પગે લાગી એ સ્ત્રી મારી દાદીની ઉંમરની હતી ઃ અભિનેતા મોહિત રૈના

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અભિનેતા મોહિત રૈનાએ ભલે ઉરી, કાફિર, શિદ્દત અથવા મિસિસ સિરિયલ કિલર જેવા પ્રોજેક્ટ્‌સમાં કામ કર્યું હોય, પરંતુ ચાહકો હજુ પણ તેમને ભગવાન શિવના પાત્ર માટે ઓળખે છે. અભિનેતાએ ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી.હવે તાજેતરમાં મોહિતે તેના પાત્ર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ભગવાન શિવના પાત્રને કારણે તેના ચાહકો તેમની સાથે ખાસ જાેડાણ અનુભવે છે. આ દરમિયાન મોહિતે શો સાથે જાેડાયેલી એક રસપ્રદ ઘટના પણ જણાવી, જ્યારે એક વૃદ્ધ મહિલાએ તેના પગને સ્પર્શ કર્યો.

    મોહિતે તે સુંદર ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના પછી તેને સમજાયું કે તે તેના ચાહકો અને ભગવાન વચ્ચેની કડી છે. મોહિતે કહ્યું- ‘એકવાર એક વૃદ્ધ મહિલા મારી પાસે આવી અને મારા પગને સ્પર્શ કર્યો. જ્યારે મેં તેમ કરવાની ના પાડી અને કહ્યું કે તમે મારી દાદીની ઉંમરના છો તો મહિલાએ કહ્યું કે મને તેમને રોકવાનો કોઈ અધિકાર નથી’. વૃદ્ધ મહિલા વિશે વાત કરતાં મોહિતે કહ્યું, માજીએ કહ્યું કે હું તમને પગે નથી લાગતી, તમે મારા માટે મારા ભગવાન સાથે જાેડાવાનું માધ્યમ છો. તમે મને થોડીક સેકંડ માટે આધ્યાત્મિક રીતે તેની સાથે જાેડાવાથી રોકી શકતા નથી’. મોહિતે કહ્યું – ‘આ તે દિવસ હતો જ્યારે મને પહેલીવાર અહેસાસ થયો કે હું ચાહકો અને તેમના ભગવાન વચ્ચેનું માધ્યમ છું. હું તેમને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિથી દૂર ન રાખી શક્યો’.

    મોહિતે વધુમાં કહ્યું કે તે સકારાત્મક અને નકારાત્મક ઉર્જામાં દ્રઢપણે માને છે. અભિનેતાએ આ સાથે જાેડાયેલી એક ઘટના પણ શેર કરી જ્યારે તે શોના શૂટિંગ દરમિયાન બેહોશ થઈ ગયો હતો. તેણે કહ્યું- ‘એક સીન કરવાનો હતો, જ્યાં મારે હાથ ફેલાવીને જાેરથી બૂમો પાડવાની હતી. હવે આ એક વિશાળ શોટ હતો તેથી મારે તેના માટે અવાજ કાઢવાની જરૂર નહોતી. આથી મેં બૂમો પાડવાનો ડોળ કરીને મોં ખોલ્યું’. તેણે આગળ કહ્યું- તે સમયે મારો શ્વાસ નહોતો લીધો. લાંબા સમય સુધી મારા શ્વાસ રોકાવાને કારણે હું બેભાન થઈ ગયો અને જમીન પર પડી ગયો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મને સમજાયું કે મારી સાથે શું થયું છે. મોહિતે કહ્યું કે થોડી ક્ષણો માટે મને લાગ્યું કે મારી અંદર ખરાબ ઉર્જા જઈ રહી છે’.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.