વર્ષ ૨૦૨૧માં પુષ્પાનું પાત્ર ભજવીને અલ્લુ અર્જુને સ્ક્રીન પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે લોકોના દિલ પણ જીતી લીધા અને બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. અલ્લુ અર્જુનનો લુક હોય કે પછી ફિલ્મના ડાયલોગ, બધું જ ખૂબ જ પોપ્યુલર થયું હતું. હવે અલ્લુ અર્જુનના તમામ ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મના બીજા ભાગની રાહ જાેઈ રહ્યા છે. દરેકના મનમાં સવાલ છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. હવે અલ્લુ અર્જુને પોતે આ સવાલનો જવાબ આપ્યો છે.અલ્લુ અર્જુને પુષ્પા ૨ ની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોમવારે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે પુષ્પા ૨ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. એટલે કે અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પાના રૂપમાં સ્ક્રીન પર ધૂમ મચાવશે.
રિલીઝ ડેટની જાહેરાત કરવાની સાથે અલ્લુ અર્જુને એક નવું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં તેનો ફેસ દેખાડવામાં આવ્યો નથી. માત્ર તેનો હાથ જ દેખાય છે. પોસ્ટર પર મોટા અક્ષરથી લખેલું છે, ’૧૫ ઓગસ્ટ ૨૦૨૪.’ તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના પહેલા ભાગમાં અલ્લુ અર્જુન સાથે જાેવા મળી હતી. આ ફિલ્મમાં ફહદ ફાસીલ પણ હતો, જેને આઈપીએસ ભંવર સિંહ શેખાવતનો રોલ પ્લે કર્યો હતો. સામંથા રૂથ પ્રભુ પણ આ ફિલ્મનો એક ભાગ હતી. તે એક ગીતમાં જાેવા મળી હતી. થોડા સમય પહેલા અલ્લુ અર્જુનની આ ફિલ્મનો એક એનાઉન્સમેન્ટનો વીડિયો પણ રીલિઝ થયો હતો, જેને જાેયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સુક બની ગયા હતા. હવે રિલીઝ ડેટ જાહેર કરીને અલ્લુ અર્જુને ફેન્સની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. ફેન્સ પુષ્પા ૨ માટે એક્સાઈટેડ થઈ ગયા છે.