મોટો કારોબાર કરતી કંપનીઓ માટે જીએસટી અંગે નવું અપડેટ આવ્યું છે. કંપનીઓએ એક નવેમ્બરથી માલ અને સેવા કર (GST) સંબંધિત રસીદોને પોર્ટલ પર ૩૦ દિવસની અંદર ‘અપલોડ’ કરવાની રહેશે. આ જાેગવાઈ ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધુનો કારોબાર કરનારી કંપનીઓ પર લાગૂ થશે.
જીએસટીના ઈ રસીદ પોર્ટલનું સંચાલન કરનારી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ એક ભલામણમાં જીએસટી ઓથોરિટીના આ ફેસલાની જાણકારી આપી. જે મુજબ ઓથોરિટીએ રસીદ જારી થવાની તારીખથી ૩૦ દિવસની અંદર તેને પોર્ટલ પર અપલોડ કરવાનું કહ્યું છે. આ સમયમર્યાદા ૧૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધુના વાર્ષિક કારોબારવાળા કરદાતાઓ પર લાગૂ થશે. આ વ્યવસ્થા એક નવેમ્બર ૨૦૨૩થી લાગૂ થઈ જશે. એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે આ વ્યવસ્થા સુચારુ રીતે લાગૂ થવાની સ્થિતિમાં CBIC તેને આગળ જઈને બધા જીએસટી કરદાતાઓ માટે લાગૂ કરી શકે છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી એક સપ્ટેમ્બરથી મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ દર મહિને સરકાર ૮૦૦ લોકોને પસંદ કરશે. આ એ ૮૦૦ લોકો હશે જે દ ર મહિને પોતાનું જીએસટી બિલ ઓનલાઈન અપલોડ કરશે. આ ૮૦૦ લોકોને ૧૦ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જ્યારે ૧૦ એવા લોકો પણ પસંદ કરાશે જેમને સરકાર ૧૦ લાખ રૂપિયાની રકમ આપશે. યોજના હેઠળ એક કરોડનું બંપર ઈનામ ત્રિમાસિક આધારે કાઢવામાં આવશે. આ ઈનામ બે લોકોને આપવામાં આવશે.