રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી રાજ્યની પોલીસની ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પોલીસને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પોલીસ VIP કલ્ચરનુ અનુસરણ ન કરે કાયદોએ તમામ માટે સમાન છે તેવી ટકોર કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોલીસને સંબોધીને જણાવ્યુ હતુ કે, સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે. ગુજરાતમાં ધંધા રોજગાર સારા છે. તેની પાછળ ગુજરાત પોલીસને શ્રેય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, આ કોન્ફરન્સમાં ૩ વાત તમારી, ૩ વાત અમારી અને ૩ વાત લોકો ની થવી જાેઇએ’. મુખ્યમંત્રીએ આ તકે એમ પણ કહ્યું કે, ગુન્હો- ક્રાઈમ કર્યો હોય એટલે સજા આપવાનો રવૈયો આપણે ત્યાં છે પરંતુ ગુનેગારને સુધરવાનો અવકાશ રહે તેવી સમાજમાં ઉદાહરણ રૂપ કામગીરીની પણ પોલીસ દળ પાસે અપેક્ષા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જાેવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં. પોલીસ માત્ર કાયદો વ્યવસ્થાની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમયમાં જાનના જાેખમે પણ પ્રજા ની સેવામાં ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.