સવાર કે રાત? જાણો કયા સમયે કેળું ખાવું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ વરદાનરૂપ છે.
કેળું એક એવું ફળ છે જે બારે માસ ઉપલબ્ધ હોય છે અને તેને ‘સુપરફૂડ’ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, વિટામિન B6, અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જોકે, મોટાભાગના લોકો ગમે ત્યારે કેળું ખાઈ લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કેળું ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય
-
સવારના નાસ્તામાં (ઓટ્સ કે દૂધ સાથે): કેળાને ક્યારેય ખાલી પેટ ન ખાવું જોઈએ. તેને ઓટ્સ, દલિયા કે દૂધ સાથે લેવાથી તેમાં રહેલા ફાઈબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને શરીરમાં બ્લડ સુગરને સ્થિર રાખે છે.
-
વર્કઆઉટ પહેલા: કસરત શરૂ કરવાના 30 મિનિટ પહેલા કેળું ખાવું ‘નેચરલ એનર્જી ડ્રિંક’ જેવું કામ કરે છે. તે સ્નાયુઓને પોટેશિયમ પૂરું પાડે છે અને ખેંચાણ (Cramps) અટકાવે છે.
-
સાંજના નાસ્તા તરીકે: લંચ અને ડિનર વચ્ચે જ્યારે હળવી ભૂખ લાગે ત્યારે ચિપ્સ કે જંક ફૂડ ખાવાને બદલે કેળું લેવું શ્રેષ્ઠ છે. તે ક્રેવિંગ ઘટાડે છે.
ક્યારે કેળું ખાવાનું ટાળવું જોઈએ?
-
ખાલી પેટ: કેળામાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું સંતુલન ખોરવાય છે, જે હૃદય માટે હાનિકારક હોઈ શકે છે.
-
રાત્રે સૂતી વખતે: કેળાની તાસીર ઠંડી હોવાથી રાત્રે ખાવાથી શરદી, ઉધરસ કે કફની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને અસ્થમાના દર્દીઓએ રાત્રે કેળું ન ખાવું જોઈએ.
-
મોડી રાત્રે પાચન: કેળું પચવામાં ભારે હોય છે, તેથી સૂતા પહેલા ખાવાથી ગેસ કે અપચાની સમસ્યા થઈ શકે છે.

કેળું ખાવાના 6 જબરદસ્ત ફાયદા
-
ત્વરિત ઊર્જા (Instant Energy): કુદરતી સુગર (સુક્રોઝ અને ગ્લુકોઝ) ને કારણે તે થાક દૂર કરી તરત શક્તિ આપે છે.
-
હૃદયનું સ્વાસ્થ્ય: પોટેશિયમથી ભરપૂર હોવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
-
પાચનમાં સુધારો: તેમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે જે કબજિયાત દૂર કરે છે અને પાચનતંત્રને સાફ રાખે છે.
-
મૂડ બૂસ્ટર: કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે શરીરમાં ‘સેરોટોનિન’ (હેપ્પી હોર્મોન) પેદા કરે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.
-
એનિમિયામાં રાહત: આયર્નનો સારો સ્ત્રોત હોવાથી તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
-
વજન ઘટાડવામાં મદદરૂપ: ઓછી કેલરી અને વધુ ફાઈબરને કારણે તે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
