મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો હવામાન વિભાગ (આઈએમડી) ના અહેવાલ અનુસાર ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી મોનસૂન એક્ટિવ રહેશે. તેના લીધે ભારતના આ ભાગોમાં વરસાદ જાેવા મળી શકે છે. હવામાન વિભાગની માનીએ તો દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે ૦૮ સપ્ટેમ્બરે લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે આજે નવી દિલ્હીમાં વાદળોનો કબજાે જાેવા મળી શકે છે. જ્યારે ૦૯ અને ૧૦ સપ્ટેમ્બરની વાત કરીએ તો નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ જાેવા મળી શકે છે.
ઉત્તરપ્રદેશમાં આજે હવામાન સાફ જાેવા મળી શકે છે. હવામાન એજન્સીના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના વિદર્ભ, કોંકણ, ગોવા, કેરળ, છત્તીસગઢના અમુક ભાગો, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે બિહાર, ઝારખંડ, પ.બંગાળ, પૂર્વ અને મધ્ય યુપી, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મરાઠાવાડા, ઉત્તર પૂર્વ ભારત, તટીય કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટક અને અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.