શુક્રવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૩૩૩.૩૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકાના વધારા સાથે ૬૬,૫૯૮.૯૧ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈનિફ્ટી ૯૨.૯૦ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકાના વધારા સાથે ૧૯,૮૧૯.૯૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર એનટીપીસી, કોલ ઈન્ડિયા અને બીપીસીએલના શેર ૨-૨ ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. તે જ સમયે, યુપીએલ અને આઇશર મોટર્સના શેરમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો.
જાે વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં ૧.૫-૨ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. તે જ સમયે, ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મ્જીઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૯ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. તે જ સમયે, સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો વધારો નોંધાયો હતો.
બીએસઈ સેન્સેક્સ પર એનટીપીસી અને ટાટા મોટર્સના શેર ૨-૨ ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલના શેર એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય એચડીએફસીબેંક, ટાઇટન, જીમ્ૈં, રિલાયન્સ, પાવરગ્રીડ, આઈસીઆઈસીઆઈબેંક, એચસીએલટેક, બજાજ ફાઇનાન્સ, મારુતિ, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટનો સ્ટોક સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય આઈટીસી, ટેક મહિન્દ્રા, વિપ્રો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને એશિયન પેઈન્ટ્સના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે જી૨૦ સમિટ પહેલા બેન્ક નિફ્ટી, પીએસયુઅને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરમાં ખરીદીને કારણે મુખ્ય સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈની ખૂબ નજીક પહોંચી ગયા હતા. ચોમાસામાં ઉણપ હોવા છતાં બજારનો મૂડ ખૂબ જ સકારાત્મક રહ્યો હતો અને પીએસયુસેક્ટરને લઈને રોકાણકારોમાં માંગ હતી.
