૯૦ના દશકમાં કરિશ્મા કપૂરનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસીસની લિસ્ટમાં સામેલ હતું. આ સમયમાં કરિશ્માનો એવો જલવો હતો કે દર્શકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જાેતા હતાં. એક સમયે ગોવિંદા સાથે કરિશ્માની જાેડી તો બોલિવૂડની નંબર વન જાેડી બની ગઇ હતી. આ જાેડીએ બોક્સ ઓફિસ પર ઢગલાબંધ સુપરહિટ ફિલ્મો પણ આપી, પરંતુ એવું કંઇક બન્યું કે આ જાેડી ત્યારે તૂટી જ્યારે તેની સૌથી વધુ ડિમાન્ડ હતી. રાજા બાબૂ, સાજન ચલે સસુરાલ, જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપનાર આ જાેડીના પ્રોજેક્ટની દર્શકો આતુરતાથી રાહ જાેતા હતાં. ગોવિંદાની સાથે કરિશ્માની ફિલ્મો ખૂબ જ સારી ચાલી રહી હતી, તેની કરિયર પણ બુલંદીઓ પર પહોંચી ગયું હતું, પછી અચાનક કરિશ્માએ ગોવિંદા સાથે ફિલ્મો કરવાથી ઇનકાર કરી દીધો, જે બધા માટે ખૂબ જ ચોંકાવનારી વાત હતી, પરંતુ તેની પાછળ અસલ કારણ શું હતું? ચાલો તમને જણાવીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદા સાથે સુપરહિટ ફિલ્મો આપવા છતાં કરિશ્મા પોતાની સક્સેસથી ખુશ ન હતી. ખરેખર, કરિશ્માને જે ઓળખની તલાશ હતી, તે તેને મળતી ન હતી. આ સમયે જે સ્ટારડમ જૂહી ચાવલા, રવીન ટંડનનું હતું, તેવું સ્ટારડમ કરિશ્માને મળી ન શક્યુ.
તે પછી કરિશ્મા કપૂરે એક મોટો ર્નિણય લીધો અને તેના આ ર્નિણય પછી તેનુ સપનુ પુરુ પણ થયું. ખરેખર, તે દરમિયાન કરિશ્મા કપૂરે મસાલા ટાઇપ ફિલ્મો ન કરવાનો પણ ર્નિણય લીધો હતો અને આ જ કારણે તેણે ગોવિંદાથી અંતર જાળવી લીધું હતું અને આ જાેડી ૯૦ના દશકના અંત સુધીમાં તૂટી ગઇ હતી. જાે કે ગોવિંદા અને કરિશ્મા વચ્ચે સંબંધોમાં કોઇ ખટાશ આવી ન હતી અને કોઇ વાતને લઇને મનદુખ પણ થયું ન હતું. પરંતુ કરિશ્માને લાગ્યું કે જાે તે એ લિસ્ટમાં સામેલ થવા ઇચ્છે છે તો તેણે બોલિવૂડના ત્રણેય ખાન (સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાન) સાથે કામ કરવું પડશે અને પછી તેણે એવું જ કર્યુ. તે પછી સલમાન, શાહરૂખ અને આમીર સાથે કામ કરતાં જ કરિશ્માની કિસ્મત ચમકી ગઇ. તેણે પોતાની બ્લોકબસ્ટર આમીર ખાન સાથે ‘રાજા હિન્દુસ્તાની’ રૂપે આપી. તે બાદ તેની બીજી બ્લોકબસ્ટર શાહરૂખ સાથે ‘દિલ તો પાગલ હૈ’ રૂપે આવી અને ત્રીજી બ્લોકબસ્ટર તેની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ હતી. આ ૩ બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યા બાદ કરિશ્માનું નામ એ લિસ્ટ એક્ટ્રેસીસમાં સામેલ થવા લાગ્યું અને જાેતજાેતામાં તે બોક્સ ઓફિસ પર રાજ કરવા લાગી.