મંગળવારે ફૂકરે-૩નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી સ્ટાર આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં સિલીઝ કરવામાં આવશે. આ પહેલાં સોમવારે ફૂકરે-૩નું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફિલ્મ પણ હિટ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ફુકરે-૩ના ટ્રેલરમાં જાેઈ શકાય છે કે ભોલી પંજાબન અને ફુકરા ગેંગ ફરીથી આમને-સામને આવી ગઈ છે. દર્શકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મનદીપ સિંહ લાંબા દ્વારા નિર્દેશિત આ કોમેડી ફિલ્મ ફુકરે ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. અગાઉ ફિલ્મના ૨ પાર્ટ રિલીઝ થઈ ચૂક્યા છે, આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૩માં ફુકરે ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માત્ર ૧૯ કરોડ રૂપિયાના બજેટમાં બનાવાઈ હતી. જેમાં કોઈ મોટા સુપરસ્ટારને કાસ્ટ કરવામાં આવ્યા ન હતો.
તેમ છતાં ફુકરેએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી. ૧૯ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી. પ્રથા ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાએ તેનો બીજાે ભાગ બનાવીને ૨૦૧૭માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ભાગ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયો હતો. ૨૯ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૧૧૨ કરોડથી વધુની કમાણી કરી હતી. ફુકરેના પ્રથમ ભાગમાં રિચા ચઢ્ઢા, અલી ફઝલ, પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, પ્રિયા આનંદ, મનજાેત સિંહ, વિશાખા સિંહ અને અનુરાગ અરોરા મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. નવા ઉભરતા કલાકારોથી સજ્જ આ સ્ટારકાસ્ટે ખૂબ સારું કામ કર્યું હતું અને નામના મેળવી હતી. આ ફિલ્મ બાદ મનજાેત સિંહ અને વરુણ શર્મા જેવા સ્ટ્રગલિંગ એક્ટર્સ રાતોરાત સ્ટાર બની ગયા હતા અને તેમની કિસ્મત ચમકી ગઈ હતી. ત્યારે હવે આ ફિલ્મનો ત્રીજાે ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે. જણાવ દઈએ કે આ ફિલ્મને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે.