Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અજય દેવગણ-આર. માધવન લીડ રોલમાં ૮ માર્ચ ૨૦૨૪ના રોજ રિલીઝ થશે વશની હિન્દી રિમેક
    Entertainment

    અજય દેવગણ-આર. માધવન લીડ રોલમાં ૮ માર્ચ ૨૦૨૪ના રોજ રિલીઝ થશે વશની હિન્દી રિમેક

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ વશની હિન્દી રિમેકમાં અજય દેવગણ અને આર. માધવન જાેવા મળશે. આ સમાચાર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થવાના આરે હોવાના અહેવાલ પણ હતા. હવે ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આજે જન્માષ્ટમીના તહેવારે મેકર્સે રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ૮ માર્ચ ૨૦૨૪ના રોજ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક રિલીઝ થશે. જાેકે, ફિલ્મના મેકર્સે હજી સુધી તેનું ટાઈટલ નક્કી નથી કર્યું. જણાવી દઈએ કે, ફિલ્મના મેકર્સ કુમાર મંગત અને અભિષેક પાઠકે આ ફિલ્મમાં અજય દેવગણ અને આર. માધવન ઉપરાંત જ્યોતિકાને પણ લીધી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ ‘વશ’ની હિન્દી રિમેકથી બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’માં પણ જાનકી બોડીવાલા લીડ રોલમાં હતી. હિન્દી ફિલ્મમાં પણ તે એ જ પાત્ર ભજવશે. ‘ક્વીન’ અને ‘સુપર ૩૦’ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂકેલા વિકાસ બહેલે આ ફિલ્મની નિર્દેશનની કમાન સંભાળી છે.

    ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, એક વ્યક્તિ પોતાના પરિવારને વેકેશન માટે લઈ જાય છે અને ત્યાં અજાણ્યા શખ્સે કરેલા કાળા જાદુની જાળમાં ફસાઈ જાય છે. કાળા જાદુના ચક્કરમાં પડેલા પરિવારની જિંદગી કેવી રીતે પલટાઈ જાય છે તેના વિશે ફિલ્મમાં દર્શાવાયું છે. અજય દેવગણ કાળો જાદુ કરનારા શખ્સના રોલમાં જાેવા મળે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ફિલ્મો થિયેટરમાં રિલીઝ થાય તેના થોડા દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો ટ્રેન્ડ છે પરંતુ કુમાર મંગત અને અભિષેક પાઠકે સુનિશ્ચિત કર્યું કે, ફિલ્મની ઓટીટી રિલીઝ પર રોક લગાવી શકાય. અમારા સહયોગી ઈટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ફિલ્મના મેકર્સને ખબર પડી કે, શેમારુએ ઓરિજિનલ ફિલ્મના પ્રોડ્યુસરો પાસેથી રિલીઝના રાઈટ્‌સ ખરીદ્યા છે. ત્યારે તેમણે મેકર્સ કે.એસ. એન્ટરટેઈનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝ અને અનંતા બિઝનેસ કોર્પ તેમજ અ બિગ બોક્સ સીરીઝ સાથે કોન્ટ્રાક્ટ કરીને શેમારુને યૂટ્યૂબ કે ઓટીટી પ્લેટફોર્મ પર ‘વશ’ રિલીઝ કરતાં રોકી હતી. પ્રોડ્યુસરોએ શેમારુને વિનંતી કરી અને અજય દેવગણની સારી શાખને જાેતાં તેમણે રિલીઝ રોકવાનો ર્નિણય લીધો હતો. સાથે જ ફિલ્મની ખરીદ કિંમત પણ ઘટાડી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.