બોલિવૂડ ચોકલેટી બોય રણબીર કપૂર કરોડો દિલો પર રાજ કરે છે, એક્ટિંગના બળે પોતાનું ફેન ફૉલોઇંગ તગડું બનાવનાર કપૂર ખાનદાનના વારસદારને લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ જાણકારી છે કે, તેને બાળપણમાં જ એક દુર્લભ બીમારી થઇ હતી, જેના કારણે તે આજે પણ ઝડપથી વાત કરે છે અને ઝડપથી ભોજન લે છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીરને બાળપણમાં નેઝલ ડિવિએટેડ સેપ્ટમ હતું, જે ઓલાફેક્ટરી વિકાર છે. જેમાં બંને નોસ્ટ્રીલ્સની વચ્ચેનું હાડકું ડિવિએટ થઇ જાય છે. જેનો ઇલાજ માત્ર સર્જરીથી જ શક્ય છે. જાે કે, રણબીર કપૂરને બાળપણમાં સર્જરી કરાવવી નહતી. અહીં જાણો, આ દુર્લભ બીમારી શું છે અને તેનાથી કેવી પરેશાની થઇ શકે છે. ચિલ્ડ્રન હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફિયા અનુસાર, નેઝલ સેપ્ટમ કાર્ટિલેઝથી બનેલું હોય છે તે બે નાકને ચેમ્બરમાં વહેંચે છે. ડિવિએટેડ સેપ્ટમમાં કાર્ટિલેજ અસામાન્ય થઇ જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યા જન્મજાત હોઇ શકે છે અથવા બાળપણમાં કોઇ ઇજાના કારણે પણ થઇ શકે છે. ક્લિવલેન્ડ ક્લિનિક અનુસાર, તેનું સૌથી સામાન્ય લક્ષણ છે શ્વાસ લેવામાં પરેશાની થવી. આ સિવાય કેટલાંક કેસમાં સાયનસ ઇન્ફેક્શન પણ થઇ શકે છે.
જેના ઇલાજ માટે સેપ્ટોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવે છે જેમાં નાકના નેઝલ સેપ્ટમને ઠીક કરવામાં આવે છે. માયો ક્લિનિક અનુસાર, આ સર્જરી નોસ્ટ્રિલ્સ દ્વારા કરવામાં આવે છે. જેમાં સેપ્ટમના ડિવિએટ થયેલા ભાગને અથવા સપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવે છે અથવા તેને એડજસ્ટ કરવામાં આવે છે. સેપ્ટોપ્લાસ્ટી અન્ય સમસ્યાઓ જેમ કે ક્લેફ્ટ લિપ જે નાક અને નાકના નસકોરાંને પ્રભાવિત કરે છે અને મેક્સિલરી સાઇનસમાં ફિસ્ટુલાને ઠીક કરવા માટે કરવામાં આવે છે. ઘણીવાર ચહેરાનું હાડકું ડેવલપ થઇ જવાના કારણે કિશોરાવસ્થા સુધી સેપ્ટોપ્લાસ્ટી શક્ય નથી હોતી. બાળકોની શારિરીક રચના અને ટ્રીટમેન્ટને સહન કરવાની તેઓની ક્ષમતા અલગ હોય છે. તેઓના પર ટ્રીટમેન્ટની શું અસર થશે તે વિશે અગાઉથી જ જણાવવું મુશ્કેલ હોય છે. આ સર્જરીના કારણે બાળકોને ઇન્ફેક્શન, રક્તસ્ત્રાવ, અથવા એનેસ્થેસિયા રિએક્શન પણ થઇ શકે છે. ચિલ્ડ્રન હોસ્પિટલ અનુસાર, સેપ્ટોપ્લાસ્ટી સર્જરી બાદ થોડાં સમય માટે સાઇડ ઇફેક્ટ્સ જાેવા મળી શકે છે, જેમાં ચહેરો ફૂલાઇ જવો, નાકમાં દુઃખાવો થવો, માથાનો દુઃખાવો, આંખોની આસપાસ સોજા, આંખોની આસપાસ ઇજા થવી, થોડાં દિવસો સુધી રક્તસ્ત્રાવ અને કેટલાંક કેસમાં મહિનાઓ સુધી સોજા રહી શકે છે ખાસ કરીને નાકના ઉપરના ભાગે. નાકની સર્જરીનું અંતિમ પરિણામ એક વર્ષ અથવા તેનાથી વધુ સમય સુધી સ્પષ્ટ નથી થઇ શકતું.