છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં માસૂમ બાળકી ઉપર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે.છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં માસૂમ બાળકી ઉપર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના એક ગામમાં આધેડ કાકાએ માસૂમ ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. ૫૦ વર્ષીય કૌટુંબિક કાકાએ ૧૧ વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ગઈકાલે સાંજે બાળકી તેના પિતા સાથે કૌટુંબિક કાકાની દુકાને ગઈ હતી જ્યાં પિતા બાળકીને કાકાની દુકાને મૂકી દૂધ ભરવા ગયા ત્યારે એકલતાનો લાભ લઈ આધેડ કાકા નટુ રાઠવાએ ભત્રીજી ઉપર નિયત ખરાબ કરી અને હવસનો શિકાર બનાવી. પાવી જેતપુર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી કાકા સામે દુષ્કર્મ તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી નટુભાઈ મેલાભાઈ રાઠવાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.