અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી જેની ફરિયાદ નોંધાતા મણિનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસે સીસીટીવીના આધારે આ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. ટાબરીયા ગેંગ દ્વારા મણિનગર વિસ્તારની એક મોબાઇલ શોપને ટાર્ગેટ કરવામાં આવી હતી.
રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી જેની ફરિયાદ નોંધાતા મણિનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે સીસીટીવીના આધારે આ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. ટાબરીયા ગેંગ દ્વારા મણિનગર વિસ્તારની એક મોબાઇલ શોપને ટાર્ગેટ કરવામાં આવી હતી.
આ ટાબરીયા ગેંગ મોડી રાત્રે નંબર પ્લેટ વગરની એકટીવા ઉપર ત્રીપલ સવારીમાં મોબાઈલ શોપ પહોંચ્યા હતા અને દુકાનનું શટર તોડી દુકાનમાંથી રોકડા રૂપિયા, લેપટોપ, ૈॅર્રહી સહિતની માલ સામાનની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આ ત્રણ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટાબરીયાઓએ અગાઉ ઓઢવ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. અને તેમાં પોલીસે તેની જે તે સમયે ધરપકડ પણ કરી હતી. તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મણિનગર ઉપરાંત તેમણે તાજેતરમાં કૃષ્ણનગર વિસ્તારમાં પણ એક ચોરીને અંજામ આપ્યો હતો.
મણિનગર પોલીસે પકડેલા આ ટાબરિયા ગેંગ દ્વારા બે ચોરીઓના ભેદ ઉકેલાયા છે. પોલીસે આ ટાબરીયાઓ પાસેથી ૧૬ મોબાઈલ ફોન, બે લેપટોપ અને ચોરીમાં વપરાયેલું એકટીવા સહિત અઢી લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો પોલીસે આ ટાબરીયા ગેંગની ધરપકડ કરી ચોરીના બે બનાવો ઉકેલી કાઢ્યા છે. હજી પણ પોલીસ આ ત્રણે ટાબરીયા ગેંગની પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરી રહી છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ચોરીઓના કિસ્સાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે આ ટાબરીયા ગેંગ પૂર્વ વિસ્તારમાં આતંક મચાવતી હતી. અને અલગ અલગ જગ્યાઓને ટાર્ગેટ કરી ચોરીઓ કરતી હતી. ત્યારે હવે પોલીસે પણ સાવચેત થવાની જરૂર છે અને રાત્રી સમયે વાહન ચેકિંગ તથા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવાની લોકોએ માગ કરી છે.