Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»લોકોના ચેક ચોરી પોતાનું એકાઉન્ટ ભર્યું ટપાલ વિભાગના કર્મીએ ૧૦૦ અમેરિકનનું કરોડોનું કરી નાખ્યું
    WORLD

    લોકોના ચેક ચોરી પોતાનું એકાઉન્ટ ભર્યું ટપાલ વિભાગના કર્મીએ ૧૦૦ અમેરિકનનું કરોડોનું કરી નાખ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકામાં પોસ્ટલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીએ અંદાજે ૧૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે આ કર્મચારીએ ટપાલ વિભાગના જે ચેક હતા તે ચોરીને એક એક કરી પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે એક રૂટિન ચેકિંગ દરમિયાન લોકોના નાણા છૂ થઈ ગયા હોવાની ઘટના સામે આવતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ કરી તો બે ઘડી તો બધા વિચારતા રહી ગયા અને આ કર્મચારીએ જે પ્રમાણે ષડયંત્ર રચી રૂપિયા પડાવ્યા હતા તે જાેતા રહી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ કર્મચારીએ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસથી ફ્રેન્ડશિપ પોસ્ટ ઓફિસ સ્ટેશન પર યૂએસપીએસ માટે પોસ્ટ સપ્લાયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અહીં કામ કર્યું અને આ દરમિયાન ધીમે ધીમે કરીને કુલ ૯૮ ચેક પોતાના બેન્ક એકાઉન્ટમા જમા કરાવી લીધા હતા. અત્યારસુધી તેણે લગભગ ૧૪ કરોડથી વધુની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેતા હોબાળો મચી ગયો હતો. નોંધનીય છે કે આ દરમિયાન પોસ્ટ ઓફિસના કર્મચારીએ લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયાની ચોરી કરી પોતાનું ખાતુ ભર્યું હતું. સિવિલ કોર્ટે જણાવ્યું કે એક બેન્ક એકાઉન્ટથી ચાર લાખ ડોલરથી વધુની રકમ જપ્ત કરાઈ છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ બેન્ક આઉન્ટ પણ પોસ્ટલ સર્વિસ ડિપાર્ટમેન્ટના અધિકારીનું છે. તેણે કૌભાંડ કરીને ૧૪ કરોડ રૂપિયાથી વધુની રકમ પચાવી પાડી અને એક એક કરીને ચેકમાં ચેડા કરી પોતાનું નામ છાપી

    એકાઉન્ટમાં જમા કરાવી હતી. આવું તે ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ સુધી કરતો રહ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ કર્મચારીએ અમેરિકન ટ્રેઝરીથી ચેકમાં ફેરફાર કર્યો અને મોબાઈલ એપ્લિકેશન વડે પોતાનું નામ એડ ઓન કરી રૂપિયા સીધા ટ્રાન્સફર કરી દીધા હતા. ૨૯એ એક સર્ચ વોરન્ટ જાહેર કરાયા બાદ તપાસકર્તાઓએ ઓલ્ની, મેરીલેન્ડમાં એક બેન્ક એકાઉન્ટમા જમા થયેલા ૩ કરોડ રૂપિયાથી વધુની રિસિપ શોધી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે લોકોને લાગી રહ્યું હતું કે તેમના રૂપિયા જે છે તે પોસ્ટલ સર્વિસ થકી જ ટ્રાન્સફર થઈ રહ્યા છે. જમા થઈ રહ્યા છે પરંતુ આમ ન થયું અને એક દિવસ ગ્રાહકે ફરિયાદ કરી કે મારા રૂપિયા ગયા ક્યાં છે. જાેતજાેતામાં આ અંગે વધુ તપાસ થઈ તો પોસ્ટલ સર્વિસમાં કામ કરતા કર્મચારી પર શંકા ગઈ. પોલીસે ત્યારપછી એના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન જાેયા અને સીસીટીવી ફૂટેજના આધારે તેણે છેલ્લા ઘણા સમયમાં હજારો ડોલર એટલે કે લાખો રૂપિયા છ્‌સ્માંથી ઉપાડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર શોધખોળ દરમિયાન પુરાવા સાથે ચેડા ન થાય એથી કરીને આ કર્મચારીને જાણ પણ ન થાય એ રીતે રજા પર મોકલી દેવાયો હતો. જેથી કરીને રાતો રાત તે કોઈપણ ડેટા ડિલિટ ન કરી શકે. ત્યારપછી પોલીસે અટકાયત કરી વધુ તપાસ અત્યારે હાથ ધરી દીધી છે. જેમાં ૯૮થી વધુ ચેક તેણે આ પ્રમાણે ચોરી કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025

    Donald Trump: ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, નાના વ્યવસાયોમાં ચિંતા

    October 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.