Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર આદિત્ય એલ૧ને એલ-૧ પોઈન્ટ પર પહોંચવા ૧૪૫ દિ’નો સમય લાગશે
    India

    ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર આદિત્ય એલ૧ને એલ-૧ પોઈન્ટ પર પહોંચવા ૧૪૫ દિ’નો સમય લાગશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-એલ૧(આદિત્યએલ૧)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ આંખ ટકાવીને બેઠી છે. આ સૂર્યયાન પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર આવેલ એલ-૧ પોઇન્ટ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. જાે કે સૂર્યના આકરા તાપ વચ્ચે આ કામ જરા પણ સરળ નથી. સૂર્યની તીવ્ર ગરમીનો સામનો કરવા માટે આ મિશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સૂર્યનું ઉપરનું વાતાવરણ મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચાયેલું છે. ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના. કોરોના એ સૌથી બહારનું સ્તર છે. આદિત્ય એલ૧ને એલ-૧ પોઈન્ટ પર પહોંચવા માટે ૧૪૫ દિવસનો સમય લાગશે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ મિશનથી મળેલી માહિતીની રાહ જાેઈ રહ્યું છે. વાસ્તવમાં કોરોના એ સૂર્યનું સૌથી સૌથી બહારનું આવરણ છે. પરંતુ તેનું તાપમાન અન્ય બે સ્તરો કરતાં ૫૦૦ થી ૨ હજાર ગણું વધારે છે. તેની જાડાઈ લગભગ ૧૦ હજાર કિલોમીટર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ સ્તરનું તાપમાન ૧૦ થી ૨૦ લાખ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. અહીં ચાર્જ થયેલા વાયુઓની જ્યોત લહેરાતી રહે છે. આ સ્તર ગ્રહણ દરમિયાન જ જાેઈ શકાય છે.

    સૂર્યમાં ઉપરથી નીચે તરફ આગળ વધ્યે તો બીજું સ્તરએ ક્રોમોસ્ફીયર છે જે કોરોનાની નીચે અને ફોટોસ્ફિયરની ઉપર આવેલ છે. એવું માનવામાં આવે છે કે આ સ્તર ત્રણ હજાર કિલોમીટર જાડું છે. આ સ્તર લાલ રંગનું છે અને તેનો દેખાવ હાઇડ્રોજન બળી જાય ત્યારે જે રીતે રંગ દેખાય છે તેવો જ છે. અહીંથી સૌર તરંગો ઉત્પન્ન થાય છે જે કોરોના સુધી પહોંચે છે. આ સ્તરનં. તાપમાન સાત હજારથી ૧૪ હજાર ડિગ્રી સેલ્સિયસ હોવાનું કહેવાય છે.આ ત્રણ સ્તરોમાં સૌથી નીચે ફોટોસ્ફિયર આવેલ હોય છે. આ સ્તરમાંથી નીકળતો પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે અને આપણા બધાને પ્રકાશ આપે છે. મોટાભાગની ઊર્જા આ સ્તરમાંથી નીકળે છે જે પૃથ્વી પર પહોંચે છે. ેંફ કિરણો, મેગ્નેટિક વિકિરણ અને રેડિયો તરંગો પણ અહીંથી બહાર આવે છે. આ સ્તરનું તાપમાન ૪૦૦૦ થી ૬૦૦૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સૂર્યના ઉપરના સ્તરનું તાપમાન આંતરિક સ્તરો અને કેન્દ્ર કરતાં આટલું વધારે કેમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૂર્ય પર આવતા વાવાઝોડાને કારણે ઉપરનું પડ એટલું ગરમ થઈ જાય છે. આદિત્ય એલ૧ મિશન આ તમામ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025

    Cancer: ભારતમાં કેન્સરનું જોખમ વધ્યું: પાંચ વર્ષમાં 10% થી વધુ વધારો

    December 6, 2025

    IndiGo crisis: ફ્લાઇટ રદ અને વિલંબ કેમ વધી રહ્યા છે? સંપૂર્ણ સમયરેખા, કારણો અને આગળના સંભવિત સુધારાઓ જાણો

    December 5, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.