સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તેજી સાથે બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ દિવસના અંતે આજે ૦.૩૭ ટકા અપ સાથે ૨૪૦.૯૮ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૫,૬૨૮.૧૪ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ અપ રહ્યું, આજે નિફ્ટી ૦.૪૮ ટકાના વધારા સાથે ૯૩.૫૦ પૉઇન્ટ ઉછળ્યો અને ૧૯,૫૨૮.૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો.સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળ્યો છે. વૈશ્વિક સંકેતો, બેન્કિંગ અને આઈટી શેરોમાં જાેરદાર ખરીદી જાેવા મળી હતી. આજે ટ્રેડિંગના અંતે બીએસઈસેન્સેક્સ ૨૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૬૨૮ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૫૨૮ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે. નિફ્ટી આઈટી ૬૫૦ પોઈન્ટ અથવા ૨.૦૬ ટકાના ઉછાળા સાથે ૩૨,૧૬૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય બેન્કિંગ, મેટલ્સ, એનર્જી, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને સરકારી કંપનીઓના સૂચકાંકોમાં જબરદસ્ત વૃદ્ધિ જાેવા મળી હતી. મિડ કેપ ઈન્ડેક્સ ફરી રેકોર્ડ હાઈ પર બંધ થયો છે. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ ૩૮૫ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકાના વધારા સાથે બંધ થયો હતો જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૬૪ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૫ વધ્યા અને ૧૫ નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૧ વધ્યા અને ૧૯ નુકસાન સાથે બંધ થયા. સ્થાનિક શેરબજારમાં લાંબા અંતર બાદ ફરી તેજી પાછી આવી છે. સતત ૫ સપ્તાહના નુકસાન બાદ છેલ્લા સપ્તાહ દરમિયાન બજારમાં તેજી જાેવા મળી હતી. તાજેતરમાં આર્થિક મોરચે સારા સમાચારને કારણે બજારને સપોર્ટ મળ્યો છે. નવા સપ્તાહ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પણ જાહેર થવાના છે. ચાલો જાણીએ ૪ સપ્ટેમ્બરથી શરૂ થતું અઠવાડિયું બજાર માટે કેવું રહેશે.
ગયા સપ્તાહની વાત કરીએ તો, બીએસઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૫૦૦.૬૫ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકાનો વધારો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૬૯.૫ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા વધ્યો હતો. તે પહેલાં, ૨૫ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ ૬૨.૧૫ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા અને નિફ્ટી ૪૪.૩૫ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા તૂટ્યો હતો. બજાર સતત ૫ અઠવાડિયા સુધી ખોટમાં હતું.સતત ૫ અઠવાડિયા સુધી નુકશાન અટકાવ્યા પછી, આ સપ્તાહે પણ બજાર મજબૂત રહેવાની ધારણા છે. સપ્તાહ દરમિયાન સર્વિસ સેક્ટરનો પીએમઆઈડેટા મંગળવારે આવશે. વૈશ્વિક સ્તરે અમેરિકાના બેરોજગારીના આંકડા અને ફેડરલ રિઝર્વના નાણાકીય વલણની બજાર પર અસર પડશે. છેલ્લા સપ્તાહ દરમિયાન, પ્રથમ ત્રિમાસિક ગાળાના સારા જીડીપી આંકડા અને ઓગસ્ટમાં જીએસટી કલેક્શનના આંકડાઓથી બજારને મદદ મળી હતી.નવા સપ્તાહ દરમિયાન સ્થાનિક મોરચે બજારને અસર કરતી ઓછી ઘટનાઓ છે. આવી સ્થિતિમાં સપ્તાહ દરમિયાન વૈશ્વિક સંકેતોની વધુ અસર બજાર પર જાેવા મળી શકે છે. રોકાણકારો સ્થાનિક પરિબળોની ગેરહાજરીમાં ક્રૂડ ઓઈલ અને ડોલરની વધઘટ પર વિશેષ ધ્યાન આપશે.આઈટીઅને પીએસયુશેરો માટે છેલ્લું સપ્તાહ સારું સાબિત થયું. બજારના જાણકારોનું માનવું છે કે આ બંને સેક્ટર આગામી સપ્તાહમાં પણ સારો દેખાવ કરી શકે છે. જાેકે, બજારની વર્તમાન સ્થિતિને જાેતાં રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
