Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચંદ્રયાન-૩ લોન્ચિંગના કાઉન્ટડાઉનનો અવાજ આપ્યો હતો ઇસરોના વૈજ્ઞાનિક વલારમથીનું નિધન થતા શોકની લાગણી
    India

    ચંદ્રયાન-૩ લોન્ચિંગના કાઉન્ટડાઉનનો અવાજ આપ્યો હતો ઇસરોના વૈજ્ઞાનિક વલારમથીનું નિધન થતા શોકની લાગણી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચંદ્રયાન-૩ હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. જ્યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ આવે છે. આ કાઉન્ટડાઉનનો અવાજ હોય છે. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન ૧૦,૯,૮,૭ સંભળાય છે. મહિલાનો કાઉન્ટડાઉનનો અવાજ હવે લોકોને સંભળાશે નહીં. આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન-૩ લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો. આ અવાજ આપનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમને છેલ્લે ૩૦ જુલાઈના રોજ PSLV-C56 મિશન માટે કાઉન્ટડાઉન કરતા સાંભળવામાં આવ્યા હતા. ૨૩ ઓગસ્ટે ચંદ્રયાન-૩નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. તેમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આટલું જ નહીં, લેન્ડિંગથી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર દેશ પ્રથમ બન્યો છે. વલારમથીના નિધન પર ISROએ કહ્યું કે રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉન પાછળનો પ્રતિષ્ઠિત મહિલા અવાજ શ્રીહરિકોટાના ભવિષ્યના મિશનમાં સંભળાશે નહીં.

    વલારમથીના નિધનથી અવાજ અનંતકાળ માટે ઝાંખો પડી ગયો છે! શનિવાર સાંજે ચેન્નઈની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મહિલા વૈજ્ઞાનિક વલારમતીનું અવસાન થયું હતું. વલારમથી તેમના સાથીદારોમાં ‘મૅમ’ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ઘણા વર્ષોથી ISRO ટીમનો અભિન્ન ભાગ હતા. આત્મવિશ્વાસથી ભરપૂર તેમના વિશિષ્ટ અવાજે ISRO ના ઘણા સફળ રોકેટ પ્રક્ષેપણને માર્ગદર્શન આપ્યું છે. તેમણે દેશની અવકાશ સંશોધન યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નઈમાં જન્મેલા અને ઉછરેલા વલારમથી નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જુસ્સાદાર હતા. તેઓએ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું અને નાની ઉંમરે ISROમાં જાેડાઈ ગયા હતા. ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યા પછી અને સૂર્યના રહસ્યો ઉજાગર કરવા માટે આદિત્ય-ન્૧ લૉન્ચ કરવામા આવ્યુ છે. આ બે મિશન લૉન્ચ કર્યા બાદ હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા કંઇક વધુ કરવાની તૈયારીમાં લાગી છે. એટલે કે હવે અન્ય પ્રૉજેક્ટ્‌સ સાથે અવકાશની સમજને નજીકથી જાણવા તૈયાર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.