સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદ બાદ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા છે. જેને કારણે આજે રવિવારે દર્શન કરવા આવતા ભક્તો હેરાન થઈ રહ્યાં છે. હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જાેવામળી રહ્યો છે. ત્યારે બીજી તરફ, અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો ર્નિણય લીધો છે. સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા. આજથી એકપણ સ્વામીનારાયણ મંદિરે ન જવાનો ર્નિણય કરાયો. તમામ સાધુ-સંતોએ એકસાથે પ્રતિજ્ઞા લઈ બહિષ્કાર કરાયો છે. વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે, અમે શાંતિ જ ઈચ્છીએ છીએ. આજથી કોઈ પણ સાધુ સંતો એ સ્વામિનારાયણ મંદિરે નહીં જવાનું. તેમના સ્ટેજ ઉપર એક પણ સનાતન સાધુએ નહી જવાનું.
આજથી અમે કોઈ પણ દિવસ તેમના ધર્મસ્થળોએ ગમે તેટલા પ્રલોભન આપે તો પણ નહી જઈએ. આજથી સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરીયે છીએ.
નવી પેઢી ધર્મને બદનામ કરી રહી છે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખબર નથી હોતી કે આ વસ્તુઓ સનાતન ઉપર કલંક લગાડી રહ્યા છે. બે પાંચ મહિલા થાય, બ્રહ્માજીને, માતાજીને લઇ વિવાદ ઉભા કરવાની આ લોકોને કુટેવ પડી ગઈ છે. દરેક તાલુકા લેવલે સનાતનને જાગ્રત થવાની જરૂર છે. સાળંગપુર વિવાદમાં લેખિત બાંહેધરીની સંતોએ માંગ કરી છે. અમદાવાદમાં મળેલા સંત સંમેલનમાં ઋષિભારતી બાપુએ માંગ કરતા કહ્યું, લેખિત બાંહેધરી જ વિવાદને શાંત કરવાનો ઉપાય છે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુર વિવાદ મામલે આજે અમદાવાદમા સાધુ-સંતોનું સંમેલન યોજાયું છે. શિલ્પચિત્રોના વિવાદને કારણે સંતોએ આ સંમેલન બોલાવ્યું છે. સનાતન ધર્મના તમામ સંતો એક નેજા હેઠળ આજે મળ્યા છે. અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં આ સંમેલન યોજાયું. જેમાં સમગ્ર ગુજરાતના સંતો સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં છે.
