મોદી સરકાર ખેડુતો, ગરીબ પરિવાર અને સામાન્ય નાગરિકો સહિત દર વર્ગની સુરક્ષા માટે કલ્યાણકારી યોજના ચલાવી રહી છે. આ સ્કીમ વિશે હજુ પણ કેટલાક લોકોને તેની માહિતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ ૨ યોજના મુજબ દેશના દરેક નાગરિકોને વર્ષના માત્ર ૪૫૬ રુપિયાના પ્રિમિયમ ભરવાથી ૪ લાખનો વીમો મળે છે. આ યોજનામાં મહત્વની વાત એ છે કે આ સ્કીમનો લાભ મેળવવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી. તમારા ખાતામાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જશે અને તમને વીમા સુરક્ષાનો લાભ મળી રહેશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય)માં માત્ર ૪૩૬ રુપિયાના વાર્ષિક પ્રિમિયમ પર ૨ લાખનો વીમાની સુરક્ષા મળી રહે છે. જાે કે આ ઈન્શોરેન્સ સ્કીમ માત્ર ૧૮ થી ૫૦ વર્ષના લોકો માટે ઉપલબ્ધ છે. આ યોજનામાં તેનું પ્રિમિયમ દર વર્ષ તમારા ખાતામાંથી ઓટોમેટિક કપાઈ જશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ૧ જૂનથી ૩૧ મે સુધી એક વર્ષના સમયગાળા માટે હોય છે. તેના પછી તે દર વર્ષે રિન્યુ થતી રહે છે, આ યોજનામાં જાે કોઈ કારણસર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવાર જનોને વીમા રાશિ પર ૨ લાખ રુપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માત્ર ૩૦ રુપિયાના પ્રિમિયમમાં ૨ લાખ રુપિયાનો વીમા સુરક્ષા મળે છે. આ યોજના હેઠળ વીમાધારકનુ મૃત્યુ થવા પર અને એક્સીડેન્ટમાં પુર્ણ રીતે વિકલાંગ થવા પર ૨ લાખ રુપિયા આપવામાં આવે છે. તેમજ આશિંક વિકલાંગતા પર ૧ લાખ રુપિયા આપવામાં આવે છે.
