દર વખતની જેમ આ વખતે પણ રજનીકાંતની ફિલ્મને લઈને ચાહકો વચ્ચે ગજબનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. જેલરે સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી દીધી છે. ૧૦ ઓગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી બોક્સ ઓફિસ પર હજુ પણ યથાવત છે. રજનીકાંતની ફિલ્મે તમામ રેકોર્ડ તોડતા વિશ્વભરમાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે. આ દરમિયાન ફિલ્મના હીરો રજનીકાંતની ફી અંગે મોટો ખુલાસો થયો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. આ વાતની જાણકારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલા વિજયને પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી છે. તેમણે પોતાની ટ્વીટમાં રજનીકાંતની એક તસવીર શેર કરતા લખ્યુ છે.
કે જાણકારી મળી છે કે કલાનિધિ મારને જે ચેક રજનીકાંતને આપ્યો છે, તે ૧૦૦ કરોડ રૂપિયાનો છે. આ ચેક જેલરના પ્રોફિટ શેરિંગનો છે. આ સિવાય રજનીકાંતને પહેલા જ ફિલ્મની ફી મળી ચૂકી છે, જે ૧૧૦ કરોડ રૂપિયા છે. કુલ મળીને સુપરસ્ટારને ૨૧૦ કરોડ રૂપિયા જેલર માટે મળ્યા છે. આ પ્રકારે રજનીકાંતનું નામ હવે દેશના સૌથી મોંઘા એક્ટરમાં ગણાવાઈ રહ્યુ છે. જાેકે હજુ સુધી આ વાતની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ જેલરમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યા છે. જેલરમાં મોહનલાલ, જેકી શ્રોફ અને શિવ રાજકુમાર કેમિયો રોલમાં છે.