Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»વીડિયોમાં દેખાઇ ગઇ ડાયમંડ રિંગ જ્હાન્વી કપૂરે બોયફ્રેન્ડ શિખર સાથે ગુપચુપ કરી લીધી સગાઇ?
    Entertainment

    વીડિયોમાં દેખાઇ ગઇ ડાયમંડ રિંગ જ્હાન્વી કપૂરે બોયફ્રેન્ડ શિખર સાથે ગુપચુપ કરી લીધી સગાઇ?

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખે છે. જાે કે મીડિયા રિપોર્ટ્‌સમાં તેની લવ લાઇફને લઇને ઘણા પ્રકારના ક્યાસ લગાવવામાં આવી ચુક્યા છે. અફવા ઉડી હતી કે જ્હાન્વી કપૂર શિખર પહેરિયાને ડેટ કરી રહી છે અને બંને અવારનવાર એકબીજા સાથે જાેવા મળે છે. હાલમાં જ બંને સાથે જાેડાયેલી ચોંકાવનારી અફવા ફેલાઇ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે, જ્હાન્વી કપૂર અને શિખરે છુપાઇને સગાઇ કરી લીધી છે. આવી વાતો આ બંનેનો એક વીડિયો જાેયા બાદ લોકો કરી રહ્યાં છે, જે તિરુપતિ મંદિરનો છે. ખરેખર, હાલમાં જ જ્હાન્વી તિરુપતિ મંદિરના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહેરિયા પણ જાેવા મળ્યો હતો. જ્હાન્વી કપૂર પર્પલ કલરની સાડી પહેરેલી જાેવા મળી હતી અને શિખર સફેદ કલરની વેષ્ટિમાં જાેવા મળ્યો હતો. મંદિરમાંથી બહાર આવતી વખતે જ્હાન્વી અને શિખરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લોકોને જ્હાન્વીના હાથમાં ડાયમંડ રિંગ જાેવા મળી રહી છે.

    આ જ કારણે ઘણા યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતાં જ્હાન્વીની સીક્રેટ સગાઇની વાતો કરવાનું શરૂ કરી દીધું છે. જાે કે, આ દાવામાં કેટલી હકીકત છે તેની પુષ્ટિ કરવામાં નથી આવી. એક રિપોર્ટ અનુસાર, જ્હાન્વીના એક નજીકના સોર્સે તેની સગાઇના સમાચારોને બકવાસ ગણાવ્યા છે. જ્હાન્વી ઘણીવાર તિરુપતિ મંદિરમાં બાલાજીના આશીર્વાદ લેવા જાય છે. તેની મા શ્રીદેવી પણ બાલાજીની મોટી ભક્ત હતી. જ્હાન્વી કપૂરના રિલેશનની વાત કરીએ તો તેનું નામ શિખર સાથે ઘણા સમયથી જાેડવામાં આવી રહ્યું છે પરંતુ બંનેએ આ અફવાઓ પર કોઇ રિએક્શન આપ્યું નથી. જ્હાન્વી કપૂરના કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ બવાલમાં જાેવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન નિતેશ તિવારીએ કર્યું હતું, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ જ્હાવી કપૂર ટૂંક સમયમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જાેવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી ક્રિકેટ રમતી જાેવા મળશે. આ સિવાય તે જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ દેવરા અને હિન્દી ફિલ્મ ‘ઉલજ’માં પણ જાેવા મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.