Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»લીક થઇ ગયું ૧૨ કંટેસ્ટન્ટ્‌સનું લિસ્ટ બિગ બોસ-૧૭માં ૩ યુટ્યૂબર, પોપ્યુલર TV કપલ કરશે એન્ટ્રી
    Entertainment

    લીક થઇ ગયું ૧૨ કંટેસ્ટન્ટ્‌સનું લિસ્ટ બિગ બોસ-૧૭માં ૩ યુટ્યૂબર, પોપ્યુલર TV કપલ કરશે એન્ટ્રી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 1, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિગ બોસ ઓટીટીની પૂર્ણાહુતિ બાદ હવે દર્શકો બિગ બોસ ૧૭ની રાહ જાેઈ રહ્યા છે. બિગ બોસ ૧૭ ટૂંક સમયમાં શરૂ થવાનો છે, પરંતુ તે પહેલાં તેના કન્ટેસ્ટન્ટ્‌સની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસની દરેક સિઝનમાં ઘણા ફેમસ સેલિબ્રિટી ભાગ લે છે, જ્યારે કેટલાક ચહેરા એવા છે, જેને આ શો રાતોરાત સ્ટાર બનાવી દે છે. ત્યારે બિગ બોસ ૧૭માં પણ હંમેશની જેમ ઘણા ફેમસ ચહેરા જાેવા મળવાના છે. બિગ બોસ ઓટીટી સીઝન ૨માં યુટ્યુબર્સની ઘણી લોકપ્રિયતા જાેવા મળી હતી. ત્યારે હવે એવી ચર્ચા થઈ રહી છે કે બિગ બોસ ૧૭માં આ વખતે યુટ્યુબર્સનું એક ગ્રુપ જાેવા મળી શકે છે. આ ઉપરાંત બિગ બોસ ૧૭માં એક ફેમસ ટીવી કપલ પણ દેખાઈ શકે છે. ચર્ચા થઇ રહી કે મેકર્સે બિગ બોસ સીઝન ૧૭ માટે સેલિબ્રિટીઝનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે શોની ૧૭મી સિઝનમાં ભાગ લેવા જઈ રહેલા કેટલાક કન્ટેસ્ટન્ટ્‌સના નામ પણ સામે આવ્યા છે. જાેકે, હજુ સુધી આ નામો પર મેકર્સ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી નથી અને ન તો કોઈ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ચર્ચા છે કે આ ચહેરાઓ શોમાં જાેવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે આ સ્પર્ધકો કોણ છે, જે બિગ બોસ ૧૭માં જાેવા મળી શકે છે. અહેવાલો અનુસાર, બિગ બોસ OTT ની સફળતા બાદ મેકર્સ હવે બિગ બોસ ૧૭માં પણ કેટલાક યુટ્યુબર્સને લાવવાની તૈયારીમાં છે.

    જણાવી દઈએ કે યુટ્યુબર હર્ષ બેનીવાલ સીઝન ૧૭માં દેખાઈ શકે છે. તાજેતરમાં જ હર્ષ બિગ બોસનો લોગો પોસ્ટ કરી ચુક્યો છે, જેને લઈને હર્ષ શોમાં દેખાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ બિગ બોસ ૧૭માં યુટ્યુબર સૌરભ જાેશી પણ જાેવા મળી શકે છે. આ ઉપરાંત ટીવી સિરિયલ પંડ્યા સ્ટોરથી લાઇમલાઇટમાં આવેલા કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક પણ આ શોનો ભાગ બની શકે છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. ટીવી સીરિયલ ઉડારિયાની ઈશા માલવીયા પણ આ શોમાં જાેવા મળે તેવી સંભાવનાઓ છે. તેની સાથે ઉડારિયાની ટિ્‌વંકલ અરોરાનું નામ પણ લિસ્ટમાં છે. તેમજ મલ્લિકા સિંહ પણ તેના કથિત બોયફ્રેન્ડ સુમેધ સાથે શોમાં જાેવા મળી શકે છે, જાેકે મલ્લિકાની એન્ટ્રી હજુ સુધી કન્ફર્મ માનવામાં આવી નથી. જાેકે, સુમેધ મુદગલકરની શોમાં હોવાની શક્યતા વધુ છે. ટીવી એક્ટર સમર્થ જુરેલ પણ બિગ બોસ ૧૭માં નજરે ચઢે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અનુરાગ ડોભાલનું નામ બિગ બોસ ઓટીટી સીઝન ૨ વખતથી ચર્ચામાં હતું. જાેકે, તે આ શોમાં જાેવા મળ્યો નહોતો. હવે કહેવાઈ રહ્યું છે કે અનુરાગ ડોભાલ બિગ બોસ ૧૭માં જાેવા મળી શકે છે. આ ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રીનું ફેમસ કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ પણ બિગ બોસ ૧૭માં જાેવા મળી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.