એક્સ(ટિ્વટર)ને ખરીદ્યું ત્યારથી અબજાેપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સતત ફેરફારો કરી રહ્યા છે.
પહેલા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આજે તેણે એક્સ(ટિ્વટર) પર પોસ્ટ મુકીને મોટા ફેરફારની જાહેરાત કરી છે. ઈલોન મસ્ક થોડા સમય પહેલા એક્સ(ટિ્વટર) પર પોસ્ટ કરી હતી કરી હતી કે એક્સ(ટિ્વટર) યુઝર્સને જલ્દી જ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા મળવા જઈ રહી છે.
એક ટ્વીટમાં ઈલોન મસ્કએ કહ્યું કે આ ફીચર આઈઓએસ, એન્ડ્રોઈડ, મેકબુકઅને પીસીમાં પણ કામ કરશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે. ઈલોન મસ્ક દ્વારા એક્સ(ટિ્વટર)ને અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક તરીકે વર્ણવવામાં આવી છે.
ઈલોન મસ્ક દ્વારા ટિ્વટરનું નામ બદલીને એક્સકર્યા બાદ તેના સક્રિય યુઝર્સમાં આગામી થોડા અઠવાડિયામાં ચાર ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. એપ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના ડેટા અનુસાર, એક્સ(ટિ્વટર) એપ આ મહિનાની શરૂઆતમાં એકંદર કેટેગરી રેન્કિંગમાં ચાર સ્થાન નીચે ૩૬મા ક્રમે આવી ગઈ છે. આ તેના ઇન્સ્ટોલેશનમાં આઠ ટકાના ઘટાડાને કારણે થયું છે. આઈઓએસઅને એન્ડ્રોઈડબંનેમાં અનુક્રમે ૨૨ ટકા અને ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ટિ્વટર આ સપ્તાહની શરૂઆતમાં એક્સમાં રિ-બ્રાન્ડ કરવામાં આવ્યું હતું અને તેના યુઝર્સો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જાેવા મળી હતી, જેમાંથી કેટલાકએ ક્લાસિક બ્લુ બર્ડ લોગોને છોડી દેવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જાે કે નામ બદલાયા બાદ ઊભરતાં બજારો માટે રચાયેલ ટિ્વટર લાઇટ એપના ઇન્સ્ટોલમાં વધારો થયો છે. ટિ્વટર લાઇટના ડાઉનલોડ્સમાં અગાઉની સમયમર્યાદા કરતાં ૫૦ ટકાનો વધારો થયો છે.
