શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે આઈપીસીધારા ૪૬૭ હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા દૂર કરવામાં આવી છે.
કોર્ટે નોંધ્યું હતું કે ધારા ૪૬૭ હેઠળના ગુનાને દૂર કર્યા બાદ આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બાકીના ગુનામાં માત્ર ૭ વર્ષની સુધીની સજાની જાેગવાઈ છે. ધારા ૪૬૭ તે જેમાં બનાવટી વીઆઈપી સિક્યોરિટી, વિલ, વગેરેની સાથે સંબંધિત છે, તેમાં આજીવન કેદ અથવા ૧૦ વર્ષ અને દંડની સજાની જાેગવાઈ છે.
કોર્ટે નોંધ્યું હતું કે માર્ચમાં પટેલની પ્રથમ જામીન અરજી ફગાવી દેવાના મુખ્ય કારણો પૈકીનું એક આ વિભાગ તપાસ અધિકારી દ્વારા “બિન-અસ્તિત્વમાં રહેલી ધરાવતી સામગ્રીના આધારે દૂર કરી છે.
મહાઠગ કિરણ પટેલની ૩ માર્ચના રોજ શ્રીનગરની લલિત હોટલમાંથી પીએમઓનો અધિકારી ગણાવી ત્યાં વીઆઈપી સુવિધા મેળવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેમને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના અધિકારીઓ દ્વારા સુરક્ષા સાથે અત્યંત સંવેદનશીલ સ્થળો સુધી પહોંચ્યો હતો જ્યાં કોઈ સામાન્ય માણસ અથવા પ્રવાસીના પ્રવેશ પર પ્રતિબંધ છે.
પોલીસે પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૧૭૦ અને ૧૨૦બી હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બીજા આરોપી પીયૂષ વસિતા સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓના વકીલ અનિલ રૈનાએ કહ્યું કે આ દસ્તાવેજમાં કલમ ૪૬૭ હેઠળ બંને સામેના આરોપો કાઢી નાખવામાં આવ્યા છે.
