Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આત્મહત્યા પહેલા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ
    India

    આત્મહત્યા પહેલા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. તેનાથી પરેશાન થઈને રૌનક ગુલિયાએ હિસારના ૧૬-૧૭ સેક્ટરમાં સ્થિત પોતાના ઘરે નસ કાપીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આત્મહત્યાનો પ્રયત્ન કરતા પહેલા રૌનકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાને નિર્દોષ ગણાવી હતી. ઈન્સ્ટાગ્રામ વીડિયો રેસલર ગુલિયાના કોચે જાેઈ લેતા તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમણે રૌનકને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. બીજી તરફ હિસાર પોલીસે રૌનક ગુલિયાનું નિવેદન નોંધીને તપાસ હાથ ધરી છે. રેસલર રૌનકે જણાવ્યું કે, તેમની વિરુદ્ધ એક ન્યૂઝ ચાલી રહ્યા છે. જેલર મારા નામથી વાયરલ કરી રહ્યો છે કે, મેં ૫૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી. પરંતુ એ તારીખે હું આઉટ ઓફ ઈન્ડિયા હતી.

    જે કંપની બંધ થઈ તેનું દોઢ વર્ષ થયું છે તે કંપનીના નામ લઈ રહ્યો છે જે ૫૦ લાખની પણ નથી. મારા વિરુદ્ધ કોઈ પણ પુરાવો હોય તો મારી ધરપકડ કરી લો. રોનકે જણાવ્યું કે, મારા પતિ અંકિત ગુલિયા અને દિપક શર્મા એકબીજાને જાણતા હતા. મારા પતિ અને દીપક શર્માએ મળીને સટ્ટાબાજી ઓનલાઈન એપ અને દારૂ સપ્લાયનું કામ કરવા લાગ્યા જેને લઈને તેમની પૈસાની લેવડદેવડ છે. જેની જાણકારી મને એપ્રિલ ૨૦૨૩માં થઈ અને ત્યારબાદથી મારા પતિ સાથે મારે મતભેદ થયા અને હું હાલ હિસારમાં રહું છું. આ ઉપરાંત દીપક જેલરે જે તારીખે તેને મળવાનો આરોપ લગાવ્યો છે તે દરમિયાન હું બેલારુસમાં ટ્રેનિંગ કરી હતી.
    રૌનકે જણાવ્યું કે, છેલ્લા ૨-૩ મહિનાથી દીપકના મારા પર ફોન આવવા લાગ્યા અને રાત્રે ૧૨ વાગ્યે પણ ફોન કરીને મને ટોર્ચર કરવા લાગ્યો. જેલર દીપક શર્માએ તેને ક્યારેક પોલીસ દ્વારા તો ક્યારેક ગુંડાઓ દ્વારા ધમકી આપવા લાગ્યો કે તારું કરિયર ખતમ કરી દઈશ. આની મારી ગેમ પર પણ ભારે અસર પડી હતી. તાજેતરમાં વર્લ્ડ રેસલિંગ ટ્રાયલ્સમાં મારી કુસ્તી ખૂબ સારી રહી હતી પરંતુ આ સમસ્યાને કારણે હું માનસિક રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકતી હતી. આ ધમકી અને ટોર્ચરથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.