iPhone 17 Pro કેમેરા રિવ્યૂ: હાઇ-એન્ડ સિનેમા કેમેરા સાથે સ્પર્ધા કરશે
એપલે પોતાનો નવો iPhone 17 Pro લોન્ચ કર્યો છે અને તેનું વેચાણ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે કેમેરા ટેકનોલોજીમાં એવા પ્રો-ગ્રેડ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે તેને માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ ખિસ્સામાં ફિટ થઈ જતો સિનેમા કેમેરા બનાવે છે.
iPhone 17 Pro ના ટોચના 5 કેમેરા ફીચર્સ
ProRes RAW સપોર્ટ
- હાઇ-એન્ડ સિનેમા કેમેરાની ફીચર્સ
- SSD જોડીને ProRes RAW શૂટ કરો અને DaVinci Resolve માં સીધા એડિટ કરો
- હજુ સુધી કોઈપણ Android ફોનમાં નથી
Apple Log 2
- અપગ્રેડ કરેલ વર્ઝન, વિશાળ કલર ગેમટ
- પોસ્ટ-પ્રોડક્શનમાં ફૂટેજને વધુ કુદરતી અને સિનેમેટિક ટચ
OpenGate રેકોર્ડિંગ
- પૂર્ણ સેન્સરનો ઉપયોગ, વિશાળ ફ્રેમ
- એક જ શોટમાંથી પોટ્રેટ અને લેન્ડસ્કેપ વિડીયો
Genlock અને Timecode સપોર્ટ
- મલ્ટી-કેમેરા શૂટને સિંક કરવાની ક્ષમતા
- Blackmagic Camera Pro Dock સાથે ઉપયોગ
- બુલેટ-ટાઇમ ઇફેક્ટ સુધી શક્ય
4K 120fps ડોલ્બી વિઝન વિડીયો
- અલ્ટ્રા-સ્મૂથ સ્લો-મોશન + હાઇ રિઝોલ્યુશન
- ઘણા મોંઘા મિરરલેસ કેમેરામાં પણ જોવા મળતું નથી
Samsung Galaxy S25 Ultra 5G નું કેમેરા સેટઅપ
Apple સાથે સ્પર્ધા કરવા માટે Samsung Galaxy S25 અલ્ટ્રા 5G એક શક્તિશાળી કેમેરા સિસ્ટમ પણ લાવે છે.
- ક્વાડ કેમેરા સેટઅપ: 200MP પ્રાઇમરી + 50MP અલ્ટ્રાવાઇડ + 50MP પેરિસ્કોપ ટેલિફોટો + 10MP ટેલિફોટો
- ફ્રન્ટ કેમેરા: 12MP
- બેટરી: 5,000mAh, 15W વાયરલેસ અને 4.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ