Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»નાઈજર બાદ વધુ એક આફ્રિકન દેશ ગેબોનમાં પણ લશ્કરી બળવા રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને બળવા પછી નજરકેદ કરવામાં આવ્યા
    WORLD

    નાઈજર બાદ વધુ એક આફ્રિકન દેશ ગેબોનમાં પણ લશ્કરી બળવા રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને બળવા પછી નજરકેદ કરવામાં આવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નાઈજર બાદ વધુ એક આફ્રિકન દેશ ગેબોનમાં પણ લશ્કરી બળવો થયો છે. બળવાની જાહેરાત કરતી વખતે ગેબોનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૦૦૯ થી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને પણ નજરકેદમાં રાખ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ સેનાના અધિકારીઓએ એક ટીવી ચેનલના માધ્યમથી બળવા અંગે માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૬૪ વર્ષીય રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને બળવા પછી નજરકેદ કરવામાં આવ્યા છે. સાથે જ તેમના એક પુત્રની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે બોંગો પરિવાર ૫૫ વર્ષથી વધુ સમયથી ગેબોન પર શાસન કરી રહ્યું છે. અહેવાલ મુજબ, લશ્કરી કાર્યવાહી બાદ રાજધાની લિબ્રેવિલેમાં શેરીઓમાં ઉજવણી કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓન્ડિમ્બાની જીતની જાહેરાત પછી તરત જ રાજધાનીમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા. આ હિંસક પ્રદર્શનોની વચ્ચે સૈનિકોએ સરકારી ટેલિવિઝન પર સત્તા પોતાના હાથમાં લેવાનો દાવો કર્યો હતો.

    એટલું જ નહીં સૈનિકોએ રાષ્ટ્રગીત ગાવાનું પણ શરૂ કરી દીધું હતું. રાષ્ટ્રીય ટેલિવિઝન પર બળવાની જાહેરાત કર્યા પછી એક લશ્કરી અધિકારીએ જાહેરાત કરી કે તમામ સરકારી સંસ્થાઓને ભંગ કરી દેવામાં આવી છે. ચૂંટણી પરિણામો રદ કરવામાં આવ્યા છે અને સરહદો બંધ કરી દેવામાં આવી છે. પોતાના સંબોધનમાં સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે આજે દેશ ગંભીર રાજકીય, આર્થિક અને સામાજિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જ્યારે આર્મી ઓફિસર ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક ડઝન આર્મી કર્નલ, રિપબ્લિકન ગાર્ડના સભ્યો, નિયમિત સૈનિકો અને અન્ય લોકો હાજર હતા. બળવા દરમિયાન સૈન્ય અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે દેશમાં યોજાયેલી ચૂંટણીઓ પારદર્શિતાની શરતોને પૂર્ણ કરતી નથી જેની ગેબોનના લોકોને ઘણી આશા હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ અલી બોંગોને ૨૦૦૯ માં તેમના પિતા ઓમર પાસેથી સત્તા વારસામાં મળી હતી. તેઓ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.