Amazon Now: કરિયાણાથી લઈને ગેજેટ્સ સુધી ફક્ત 10 મિનિટમાં
ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને પોતાની 10-મિનિટ ડિલિવરી સેવા હવે મુંબઈના કેટલાક વિસ્તારોમાં શરૂ કરી છે। બેંગલુરુ અને દિલ્હી બાદ આ સેવા ત્રીજા મોટા શહેરમાં લૉન્ચ થઈ છે। કંપનીએ જણાવ્યું છે કે અત્યાર સુધી 100થી વધુ માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર સ્થાપિત કરાયા છે અને વર્ષના અંત સુધીમાં 100 નવા સેન્ટર ખોલવાની યોજના છે
બેંગલુરુમાં મળ્યો શાનદાર પ્રતિસાદ
એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સમીર કુમારે જણાવ્યું કે, “બેંગલુરુમાં લૉન્ચ પછી ઓર્ડરમાં 25%નો વધારો નોંધાયો છે। ખાસ કરીને પ્રાઇમ સભ્યોની ખરીદી ત્રણ ગણો વધી ગઈ છે।” આ જ સફળતાથી પ્રેરાઈને કંપનીએ સેવા દિલ્હી અને મુંબઈ સુધી વિસ્તારી છે।
માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર શું છે?
આ નાના વેરહાઉસ છે જે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનાવાય છે। અહીંથી માલને પેક કરીને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે। જો એપમાં “10 મિનિટ આઇકન” દેખાય, તો તેનો અર્થ એ થાય કે પ્રોડક્ટ તમને ફક્ત 10 મિનિટમાં ઘરે મળી જશે
લાખો પ્રોડક્ટ્સ પર ફાસ્ટ ડિલિવરી
-
કરિયાણા, બ્યુટી, ઇલેક્ટ્રોનિક એસેસરીઝથી લઈને બેબી આઇટમ્સ સુધી — હવે બધું 10 મિનિટમાં.
-
40,000+ પ્રોડક્ટ્સ થોડા કલાકોમાં.
-
10 લાખથી વધુ પ્રોડક્ટ્સ same-day delivery.
-
40 લાખથી વધુ પ્રોડક્ટ્સ next-day delivery.
કંપનીનું કહેવું છે કે આગામી મહિનાઓમાં આ સેવા વધુ શહેરોમાં શરૂ થશે