રાજ્યમાં કોઈને કોઈ કારણોથી દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યા રાજ્યમાં આજે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જે બાબતે મળતી માહિતી પ્રમાણે પાટણના સમી સંખેશ્ચર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. વિગતો પ્રમાણે રોડ પર ઉભેલી આઇસર ટ્રકની પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતા આ ગંભીર દુર્ઘટના બની હતી.
ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે બહેનોએ તેમના વ્હાલ સોયા ભાઈઓ ગુમાવ્યા. જેના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા. જાે કો આ ત્રણેય મૃતકો રાધનપુરના હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
