Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ૨૭ કે ૨૮ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થઇ શકે
    Gujarat

    વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ૨૭ કે ૨૮ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થઇ શકે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને આવતી કાલે એટલે કે રવિવારે દમણ-દાદરા નગર હવેલી, દાહોદ,મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
    હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જાેવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને પૃવ સહિત મધ્ય ગુજરાતમાં સવારથી વરસાદ ઝાપટા જાેવા મળ્યા હતા. તો ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી ઝરમર વરસાદ જાેવા મળી રહ્યો છે.
    બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના અનુમાન અનુસાર, ગુજરાતમાં ૨૭ કે ૨૮ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
    આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે સરેરાશ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીથી ઘટે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી ૨૮ જૂનથી વરસાદની સંભાવના ૬૦ ટકાથી ૭૫ ટકા વચ્ચે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.