આજે રક્ષાબંધનના તહેવારના દિવસે જ શેર માર્કેટમાં મિક્સ રિસ્પૉન્સ જાેવા મળ્યો છે, આજે દિવસમાં મિક્સ કારોબાર જાેવા મળ્યા. દિવસના નીચલા સ્તર પર માર્કેટ બંધ થયુ, આ ઉપરાંત દિવસના હાઇથી ૧૦૦ પૉઇન્ટ આજે નિફ્ટી નીચે રહ્યું હતુ. દિવસના કારોબારના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૦૨ ટકાના ઉછાળા સાથે ૧૧.૪૩ પૉઇન્ટ અપ થઇને ૬૫,૦૮૭.૨૫ના સ્તર પર બંધ થયો હતો. વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ ઉતાર ચઢાવ જાેવા મળ્યો, નિફ્ટી દિવસના અંતે ૦.૦૨ ટકાના વધારા સાથે ૪.૮૦ પૉઇન્ટ ઉછળીને ૧૯,૩૪૭.૪૫ના સ્તર પર બંધ રહ્યો હતો.
માર્કેટમાં આજે ટાટા સ્ટીલ, સિપલા, એક્સિસ બેન્ક, એચસીએલ ટેકનોલૉજીસ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં હતા. વળી, પાવર ગ્રીડ કૉર્પ, બીપીસીએલ, ડૉ. રેડ્ડી લેબ્સ, એસબીઆઇ અને કૉલ ઇન્ડિયામાં નિપ્ટીના ટૉપ લૂઝર રહ્યાં હતા.
વૈશ્વિક દબાણને કારણે આજે સ્થાનિક શેરબજાર તેની શરૂઆતની ગતિ ગુમાવી દીધી, અને લગભગ જૂના સ્તરે બંધ થયું છે. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ટ્રેડિંગ દરમિયાન સકારાત્મક દેખાયા હતા, પરંતુ કારોબારના અંત સમયે ગતિ ગુમાવી હતી. જાેકે, મિડકેપ અને સ્મોલકેપમાં તેજીનો ક્રમ ચાલુ રહ્યો હતો.
સ્થાનિક શેરબજારે બુધવારે સકારાત્મક નોટ પર ટ્રેડિંગ શરૂ કર્યું. સેન્સેક્સ ગઈકાલની સરખામણીએ વધારા સાથે ૬૫,૩૧૧.૫૮ પૉઈન્ટ પર ખુલ્યો હતો. આ પહેલા મંગળવારે સેન્સેક્સ ૬૫,૦૭૫.૮૨ પૉઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૬૫,૪૬૦ પૉઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ છેલ્લા કલાકોમાં બજાર ઘટ્યું હતું અને અંતે ઈન્ડેક્સ ૧૧ પૉઈન્ટના મામૂલી વધારા સાથે ૬૫,૦૮૭.૨૫ પોઈન્ટ પર બંધ થયો હતો. વળી, નિફ્ટી ૫ પોઇન્ટના મામૂલી વધારા સાથે ૧૯,૩૪૭.૪૫ પોઇન્ટ પર રહ્યો હતો.
મોટી કંપનીઓ પર નજર કરીએ તો સેન્સેક્સની ૩૦માંથી ૧૭ કંપનીઓના શેરમાં વધારો જાેવા મળ્યો હતો, જ્યારે ૧૩ શેર ખોટમાં રહ્યા હતા. જીયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં આજે અપર સર્કિટ લાગી હતી. ટાટા સ્ટીલમાં ૨ ટકાથી વધુનો ઉછાળો જાેવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ઈન્ફોસીસ અને એચસીએલ ટેક જેવા શેર ૧-૧ ટકાથી વધુ વધ્યા છે.બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશનમાં સૌથી વધુ ૧.૬૦ ટકાનો ઘટાડો થયો છે.એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક ૧-૧ ટકા ઘટ્યા છે. ટકા. કરી રહ્યા છીએ.
