નડિયાદ ખાતે રહેતા અને ટ્રાવેલ્સનાં ધંધા સાથે સંકળાયેલા ૩૪ વર્ષીય યુવક કેવલકુમાર કેદારભાઈ જાેષીને ૩૨ વર્ષ પહેલા આણંદની ચિરાગ હોસ્પિટલનાં ર્ડાક્ટર તેમજ તેનાં સાગરીતો દ્વારા કંઈ પણ જાતની કાયદાકીય કાગળીયા કર્યા વગર માત્ર સાત હજારમાં તેનાા માતા-પિતા પાસેથી લેવામાં આવ્યો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે આણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બાબતે વધુમાં યુવકે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૧ માં ૩૦ સપ્ટેમ્બરનાં રોજ ર્ડા. કનુભાઈ નાયક તેમજ તેમનાં સ્ટાફ જ્યોતિબેન દ્વારા કેવલ જાેષીનું તેમનાં મારા પાલક માતા પિતાને સાત હજાર જેવી રકમ લઈ વેચાણ કરવામાં આવ્યું હતું. એક પ્રકારે કહીએ તો બાળ તસ્કરી કરવામાં આવી હતી. ત્યારે કેવલ જાેષીની સમગ્ર પોલીસ તંત્ર તેમજ તમામ અધિકારીઓને એક જ નમ્ર વિનંતી છે ક્યાં કારણોસર મને મારા જૈવિક માતા-પિતાએ છોડી દીધો છે. અથવા તો આ સમગ્ર બાબતમાં શું સત્ય છે તેને શોધીને લાવે અને મને મારા જૈવિક માતા-પિતા સુધી પહોંચાડે. તેમજ આ ગુનામાં જે લોકો સંડોવાયેલા છે તેમને સરકાર દ્વારા સજા કરવામાં આવે તેવી કેવલ જાેષીની માંગ છે. તેમજ એ વખતે જાે ર્ડાક્ટરે કાયદેસરનાં કાગળ કર્યા હોત તો આજે મારી પાસે દત્તક પુત્ર તરીકેનાં તમામ પુરાવા હોત. ત્યારે ર્ડાક્ટર દ્વારા આવા કોઈ કાગળ કર્યા નથી. જેથી એક અંદાજ એવો લગાવી શકાય કે ર્ડાક્ટર દ્વારા અનેક બાળકો આવી રીતે આપ્યા હશે જે વંચિત હશે તેઓનાં અસલી માં-બાપથી. ત્યારે આ અંગેની જાણ થતા કેવલ જાેષીએ ચિરાગ હોસ્પિટલનાં ર્ડાક્ટર કનુ નાયક તેમજ જ્યોતિબેન સામે પોલીસ મથકે ગુનો નોંધાવવા પહોંચ્યા હતા. પરંતું પોલીસે જવાબદાર વ્યક્તિઓનાં નિવેદન લીધા છે. પરંતું હજુ સુધી ગુનો નોંધ્યો નથી.
મળતી માહિતી મુજબ આજથી ૩૨ વર્ષ પહેલાની વાત કરીએ તો કેવલ જાેષીનાં પાલક માતા પિતા એટલે કે કેદારભાઈ જાેષી જેઓ અમદાવાદની કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા હતા. તેમજ હેમલત્તાબેન જાેષી જેઓનાં લગ્નને ૧૪ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં પણ તેઓને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. તેમજ તેઓએ સંતાન પ્રાપ્તિ માટે અનેક બાધા માનતાઓ રાખી, અનેક દવાઓ કરી છતાં પણ કોઈ પરિણામ ન આવતા છેલ્લે તેઓએ આશાઓ છોડી દીધી હતી. અવાર નવાર સગા વ્હાલાઓ હેમલત્તાબેનને મ્હેણા ટોણા પણ મારતા હતા.
કેવલ જાેષીએ આ સમગ્ર મામલે તેઓને તેમનાં મામી સ્વ. ગીતાદેવી દિનેશચંદ્ર ભટ્ટ દ્વારા આ સમગ્ર હકીકત જાણવા મળી હતી. જેમાં તેઓની પાડોશમાં જ રહેતા જ્યોતિબેન ચિરાગ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તેમનાં મારફતે તેઓને સાત હજારમાં ખરીદ્યો હોવાનો ખુલાસો થયો હતો.જે સાંભળતા જ યુવકનાં પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. ત્યારે યુવક દ્વારા એવી માંગ કરી છે કે આવી રીતે બાળકોને વેચનાર ર્ડાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
આ બાબતે આણંદ શહેર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.આર.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેવલ જાેષીનાં પિતાએ કેવલને ૨૦૧૯ માં સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે હાલ સમગ્ર બાબતે લેખિત રજૂઆત મળી છે. હાલ તપાસ ચાલુ છે. તેમજ આ ઘટનાં ૩૦-૩૨ વર્ષ પહેલાની છે. જેમાં કેટલાક પુરાવા મળવાની સંભાવનાં નહિવત છે. તો DNA એ રિપોર્ટ કરાવવો પડી શકે છે. ત્યારે હાલ સમગ્ર મામલે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે
