Viral Video: રેલ્વે સ્ટેશન પર લોકોના સ્વાસ્થ્યની મજાક ઉડાવવામાં આવી રહી છે, ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે
Viral Video: આ દિવસોમાં એક રેલ્વે સ્ટેશનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે કહેશો કે રેલ્વે વહીવટીતંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે મજાક કરી રહ્યું છે. જેને જોયા પછી બધાને આશ્ચર્ય થાય છે.
Viral Video: ભારતીય રેલવે સ્ટેશનની હાલત કેવી છે એ કોઈ રહસ્ય નથી. તાજેતરમાં એવો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને શક્ય છે કે તમે આગામી વખતે રેલવે સ્ટેશન પર ચા પીતા પહેલા બે વાર વિચારો. આ વીડિયો રેલવે સ્ટેશનની છત પરથી શૂટ કરવામાં આવ્યો છે, અને કેમેરો ઉપર જાય છે તો ત્યાં મોટી પાણીની ટાંકી દેખાય છે. ચોંકાવનારી વાત એ છે કે એ જ ટાંકીમાં કેટલાય વાંદરાઓ મોજમાં નહાતા જોવા મળે છે.
સિદ્ધા શબ્દોમાં કહીએ તો અહીં વાંદરો એકબીજા પર પાણી ઉછાળતા, મોજમાં નહાતા અને સંપૂર્ણ મસ્તીમાં જોવા મળે છે. જો તમે ધ્યાનથી જુઓ તો એ જ પાણી છે જેને સ્ટેશન પર મુસાફરો પીવા માટે કે પછી વેન્ડર લોકો ચા બનાવવામાં ઉપયોગ કરે છે. આ દ્રશ્ય જેટલું હાસ્યાસ્પદ લાગે છે, એટલું જ ભયજનક અને ઘીનામણું પણ છે. વીડિયો સામે આવતાં જ લોકો ગુસ્સો અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ઘણા તો એવા છે જેઓ સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે, કે આ ટાંકીની સફાઈ અને સુરક્ષા માટે જવાબદાર કોણ છે.
View this post on Instagram
વિડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરાઓનું એક જૂથ રેલવે સ્ટેશનની છત પર મૂકાયેલી ટાંકીમાં મોજથી નહાતા નજરે પડે છે. આ આખું દ્રશ્ય ત્યાં હાજર એક વ્યક્તિએ તેના કેમેરામાં કેદ કર્યું છે, જે હાલમાં સોશિયલ મિડીયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો આ વિડિયોને એકબીજા સાથે ધડાધડ શેર કરી રહ્યા છે. જોકે, આ ઘટના ક્યાં બની તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
આ વિડિયોને Instagram પર @ayuryogsangam નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સે આ દ્રશ્ય જોઈને રેલવે અધિકારીઓને ટાંકીની સફાઈ વિશે જવાબદારી લેવા માટે કહ્યું છે. કેટલાક લોકોએ મજાકમાં લખ્યું, “હવે સમજાયું સ્ટેશનની ચા એટલી કડક કેમ હોય છે!” એક વાત ચોક્કસ છે—આ ક્લિપ જોઈને તમે એક પળ માટે ચોક્કસ ચોંકી જશો