Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Airplane Mode Hidden Features: એરપ્લેન મોડના 5 ગુપ્ત ફીચર્સ, જે મોટાભાગના યુઝર્સને ખબર પણ નથી!
    Technology

    Airplane Mode Hidden Features: એરપ્લેન મોડના 5 ગુપ્ત ફીચર્સ, જે મોટાભાગના યુઝર્સને ખબર પણ નથી!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 25, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Airplane Mode Hidden Features
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Airplane Mode Hidden Features: જાણી લો  5 છુપાયેલા ફીચર્સ

    Airplane Mode Hidden Features: શું તમને પણ લાગે છે કે એરપ્લેન મોડ ફક્ત ફ્લાઇટ દરમિયાન જ ઉપયોગી છે? જો હા, તો એવું બિલકુલ નથી! આ નાનકડું ફીચર સ્માર્ટફોન યુઝર્સને ઘણા અદભૂત ફાયદા આપી શકે છે. ચાલો જાણીએ એરપ્લેન મોડની એવી છુપાયેલી ખાસિયતો, જે તમારી ડિજિટલ લાઇફને બનાવશે વધુ સ્માર્ટ અને એફિશિયન્ટ.

    Airplane Mode Hidden Features: આપણે સૌ રોજબરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ખરેખર જાણો છો કે તમારા ફોનમાં રહેલા દરેક ફીચર્સ શું કામ આવે છે? સામાન્ય રીતે આપણું ધ્યાન સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, કેમેરાનો ઉપયોગ કરવો કે ચેટિંગમાં જ રહે છે. આ દરમિયાન એક નાનું પણ ખાસ ફીચર છે – એરપ્લેન મોડ, જેને મોટા ભાગે લોકો ફક્ત ફ્લાઇટ દરમિયાન જ ઉપયોગમાં લે છે.

    પરંતુ શું તમે જાણો છો કે આ ઓપ્શનના ઘણા એવા ફાયદાઓ છે જે તમારી દિનચર્યાને વધુ સરળ બનાવી શકે છે અને સાથે તમારા ફોન ઉપયોગ કરવાની રીત પણ બદલી શકે છે?

    Airplane Mode Hidden Features

    ફોકસ વધારવું છે?
    જો તમે અભ્યાસ કરતા હો અથવા કોઈ મહત્વપૂર્ણ કામ દરમિયાન સતત આવતા નોટિફિકેશનથી પરેશાન થાવ છો, તો એક સરળ ટ્રિકથી આ તકલીફ દૂર થઈ શકે છે – બસ તમારા ફોનમાં એરપ્લેન મોડ ચાલુ કરો.

    એરપ્લેન મોડ ઓન કરતાં જ તમામ કોલ્સ અને મેસેજિસ બંધ થઈ જશે અને તમે કોઈ વિક્ષેપ વગર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપી શકશો.

    ઓવરહીટ થતી મશીનને આરામ આપો
    ઘણીવાર ફોનનો વધુ ઉપયોગ, કમજોર નેટવર્ક અથવા બહુ બધી ઍપ્લિકેશન્સ ખુલ્લી હોવાને કારણે ફોન ઓવરહીટ થવા લાગે છે. આવા સમયે એરપ્લેન મોડ ઓન કરવાથી ફોનના પ્રોસેસર પરનો લોડ ઓછો થઈ જાય છે, અને ધીમે ધીમે તમારું ફોન ઠંડું થવા લાગે છે.

    બેટરી બચાવશે એરપ્લેન મોડ
    જ્યાં નેટવર્ક નબળું હોય, ત્યાં ફોન સતત સિગ્નલ શોધતો રહે છે, જેના કારણે બેટરી ઝડપથી ઘટવા લાગે છે. આવી પરિસ્થિતિમાં એરપ્લેન મોડ ચાલુ કરીને તમે તમારા મોબાઇલની બેટરી બચાવી શકો છો.

    Airplane Mode Hidden Features

    બાળકોને ઇન્ટરનેટથી દૂર રાખો
    જો તમારા બાળક સતત મોબાઇલ ચલાવે છે કે રમત રમે છે અને તમે તેને ઇન્ટરનેટનો વધારે ઉપયોગ કરવાથી અટકાવવા માગો છો, તો માત્ર એરપ્લેન મોડ ચાલુ કરો. આ રીતે બાળક ઓનલાઈન કન્ટેન્ટથી દૂર રહેશે અને ફાલતુ જાહેરાતો પણ દેખાશે નહીં.

    ફોન થશે ઝડપી ચાર્જ
    જો તમારું ફોન ધીમી ચાર્જ થાય છે તો તેને ચાર્જિંગ પર લગાડતા પહેલા એરપ્લેન મોડ ઓન કરો. આથી બેકગ્રાઉન્ડમાં ચાલતા નેટવર્ક બંધ થઈ જશે અને ફોન વધુ ઝડપથી ચાર્જ થશે.

    Airplane Mode Hidden Features
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    GPT-5: Google Chromeને બંધ કરનાર ભવિષ્યનું બ્રાઉઝર

    July 25, 2025

    Google એ નવા ફોટો-થી-વિડિઓ ટૂલ લોન્ચ કર્યું

    July 25, 2025

    Jio-Airtel-Vi યુઝર્સ માટે ખાસ જાહેરાત

    July 25, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.